કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળા કુકર અથવા કડાઈ મૂકો
તેમાં એક બે કપ જેટલું મીઠું નાખી બરોબર ફેલાવી નાખવું
ત્યારબાદ તેના પર કાઠો અથવા વાટકો મૂકી દો , (જો કૂકર મૂક્યું હોય તો તેના ઢાંકણ માંથી સીટી અને રીંગ કાઢી ને ઢાંકવું) કડાઈ પર મોટું વાસણને ઢાંકી દેવુ
ત્યાર બાદ ગેસ ધીમા તાપે ગરમ કરવા મૂકો
હવે જેમાં કેક બનાવવા નો હોય તે કેક ટીન અથવા તપેલી લ્યો તેમાં નીચે બટર પેપર મૂકો અથવા વાસણને તેલ વડે ગ્રીસ કરી કોરો લોટ છાંટી તૈયાર કરી લો વધારે નો લોટ થપથપાવી કાઢી લ્યો તૈયાર કેટી ને એક બાજુ મૂકી દો
હવે એક વાસણમાં દહીં ,પીસેલી ખાંડ , વેનિલા એસેંશ ,તેલ લઈ બરોબર મિક્સ કરો
ખાંડ બરાબર ઓગળી ત્યારબાદ ચારણીમાં મેંદો, કોકો પાવડર ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું લઇ બેટર વારા વાસણમાં માં ચારી લ્યો
હવે ચમચા વડે કટ અને ફોલ્ડ કરી કેક ના આ મિશ્રણને બરાબર મિક્સ કરો અથવા ગમે તે એક બાજુ હલાવતા જઈ મિશ્રણ મિક્સ કરતા જાઓ
મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈ હળવા હાથે મિક્સ કરતા બધુ દૂધ ઉમેરાઈ જાય અને બરોબર મિક્સ થઈ કરી લ્યો
ત્યારબાદ તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલા ટીન માં નાખી દયો
ત્યારબાદ તેમને એક થી બે વખત થપથપાવી લેવું જેથી હવા ના રહે
હવે ગેસ પર મૂકેલ વાસણ નું ઢાંકણ ખોલી તેમાં કેક ના મિશ્રણ વાળું ટીન મૂકી દીધો અને ઢાંકણ ઢાંકી દયો
હવે કેક ને 25થી 30 મિનિટ ધીમા તાપે ચડવા દયો
25 મિનિટ બાદ ટૂથ પિક થી ચેક કરી લેવું ટૂથ પિક કોરી આવે તો કેક બરોબર ચડી ગયો છે નહિતર બીજી 5 મિનિટ ચડાવો
કેક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી કેક વાળું બહાર કાઢી લ્યો
હવે કેક ને ઠંડો થવા એક કપડું ઢાંકી ઠંડુ થવા મૂકી દેવો