Go Back
+ servings
ફરાળી કેક બનાવવાની રીત - ફરાળી કેક રેસીપી - farali cake banavani rit - farali cake recipe in gujarati - upvas cake recipe in gujarati

ફરાળી કેક બનાવવાની રીત | farali cake banavani rit | farali cake recipe in gujarati

ફરાળી કેક રેસીપી શીખીએ, upvas cake recipe in gujarati, farali cake recipein gujarati,  farali cake banavani rit,faradi cake banavani rit
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 ટીન મોલ્ડ
  • 1 ડબ્બો

Ingredients

ફરાળી કેક બનાવવા જરૂરી સામગ્રી | faradi cake banava jaruri samgree

  • 1 કપ ફરાળી લોટ
  • 2-3 ચમચી મિલ્ક પાવડર
  • ⅔  કપ ખાંડ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 2-3  ચમચી ઘી/તેલ
  • ½ કપ દૂધ
  • 4 ચમચી દહીં
  • 4-5 ચમચી કાજુ બદામ પિસ્તા ની કતરણ

Instructions

ફરાળી કેક બનાવવાની રીત - farali cake banavani rit - farali cake recipe in gujarati

  • ફરાળી કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ અથવા કુકર ને નીચે મીઠું નાખી કાંઠો રાખી ઢાંકણઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો
  • હવે એક વાસણમાં બે-ત્રણ ચમચી ઘી લઈ તેમાં  ખાંડ, દહીં, દૂધનો પાવડર નાખો
  • બધીજ સામગ્રી ને ચમચા વડે અથવા બિટર વડે બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ ચારણી માં ફરાળી લોટ, બેકિંગ પાવડર,  બેકિંગ સોડા નાખી  લીકવિડ મિશ્રણ માં ચારી લ્યો
  • હવે કોરા ને લીકવિડ મિશ્રણ ને બરોબર મિક્સ કરો
  • હવે તેમાં થોડું થોડું દૂધ નાખતા જાય કેક નું મિશ્રણ તૈયાર કરી લો
  • કેક ના મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને તેલ ને કોરા ફરાળી લોટ થી ગ્રીસ કરેલા ટીન ના ડબ્બાકે વાસણમાં નાખી દયો
  • હવે કેક મિશ્રણ વાળા ડબ્બા ને એક બે વાર થપથપાવી લ્યો
  • ત્યારબાદ જે કુકર કે કડાઈ ગરમ કરવા મૂકી થી તેનુ ઢાંકણ ખોલી તેમાં કેક નો ડબ્બા ને મૂકો
  • હવે કેક ને 25-30 મિનિટ ધીમા તાપે ચડવા દયો
  • 30 મિનિટ પછી ટૂથ પિક નાખી ચેક કરવું જો ટૂથ પિક કોરી આવે તો કેક ચડી ગયો છે
  • ગેસ બંધ કરી કેક ડબ્બો બારે કાઢી લ્યો ને ઠંડો થવા દયો
  • 15-20મિનિટ માં કેક થડો થાય એટલે કેક ને ડીમોલ્ડ કરી લ્યો
  • હવે કેક ને કાજુ બદામ પિસ્તા થી ગાર્નિશ કરો

upvas cake recipe in gujarati notes

  • કેક માં તેલ કરતા ઘી વરો વધુ સારો લાગશે
  • જો બેકિંગ પાવડર કે સોડા ના ખાતા હો તો મિશ્રણ તૈયાર થાય ત્યારે છેલ્લે ઇનો નાખી બરોબર મિક્સ કરી ને પણ કેક બનાવી સકો છો
  • કેક ને તમે તમારી રીતે ગાર્નિશ કરી સકો છો
  • કેક બિલકુલ ધીમા તાપે ચડવા દેવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો