બટાકાની સુકી ભાજી બનાવવા સૌપ્રથમ બટાકાને પાણી વડે બરોબર ધોઇ તેના પર લાગેલી માટી દૂર કરો
ગેસપર એક કૂકરમાં એક ગ્લાસ પાણી લેવું તેમાં બટાકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી 4-5 સીટી કરી બટાકા બાફી લેવા
કુકરમાંથી બધી હવા નીકળી જાય ત્યારબાદ બાફેલા બટાકા કાઢી છોલી તેના મીડિયમ સાઇઝના કટકા કરી લેવા
હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો
કડાઈ ગરમ થાય એટલે તેમાં એકથી બે ચમચી તેલ ગરમ કરો
તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો
જીરું તતડે એટલે તેમાં હળદર અને મીઠો લીમડો નાખો
ત્યારબાદ તેમાં પીસેલા સિંગદાણાનો ભૂકો મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી એકથી બે મિનિટ સાંતળો
બધુ બરોબર સંતળાઈ જાય એટલે તેમાં બાફીને કટકા કરેલા બટાકા નાખો
બટાકાને ચમચા વડે બરાબર મિક્સ કરોઅને જરૂર લાગે તો ફરાળી મીઠું નાખી મિક્સ કરો અને પાંચથીસાત મિનિટ શેકો
બટેકા બરોબર સેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાખો તૈયાર છે બટેકા નું ફરાળી બટાકા નું શાક.