મસાલા દૂધ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકો
કડાઈ ગરમ થાય એટલે તેમાં કાજુ , બદામ ,પિસ્તા, આખી એલચી, જાવિત્રી નાખી ચમચા વડે હલાવતા રહો ધીમા તાપે પાંચ થી સાત મિનિટ શેકો
બધાડ્રાય ફ્રૂટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં વરિયાળી નાંખી બેથી ત્રણ મિનિટ હલાવતા રહી શેકી લેવી , શેકેલી બધી જ વસ્તુઓ બીજા એક વાસણમાં કાઢી લેવા
હવે શેકેલા ડ્રાયફ્રુટ બધા ઠંડા થઈ જાય એટલે એક મિક્સર જાર માં શેકેલા ડ્રાયફ્રુટ, કેસર અને જાયફળનો પાવડર નાખો ( જો તમે ચાહો તો1 ચમચી હળદર ઉમેરી શકો)
હવે મિક્સરમાં બધી સામગ્રીને દર્દરી પીસી લેવા,મસાલો તૈયાર થઈ જાય એટલે એક એરટાઈટ ડબ્બામાં ભરી લેવો