ફરસી પૂરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ને ચારણી વડે ચારી ને લ્યો
ત્યારબાદ એમાં બે ચમચી સોજી નાખો( સોજી નાખવા થી પુરી સારી ક્રિસ્પી બને છે)
હવે મેંદા ના લોટ ને સોજી માં 1 ચમચી અજમો હાથ થી મસળી ને નાખો
ત્યારબાદ એમાં પા ચમચી કાળા તલ, અડધી ચમચી હાથ થી મસળી ને જીરું નાખો,એક ચમચી જેટલી કસુરી મેથી હાથ થી મસળી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખો (એક ચમચી કલોનજીપણ નાખી સકો છો ક્લોંજી થી પુરી નો સ્વાદ વધુ સારો લાગશે પરંતુ જો તમે ડુંગરી ના ખાતાહો તો કાલોંજી નાખવી નહિ)
બધી જ કોરી સામગ્રી ને હાથ વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર વઘરીયા માં કે કડાઈ માં 2-3 ચમચી તેલ ગરમ કરો ને ગરમતેલ ને કોરી સામગ્રી માં નાખી ચમચી વડે મિક્સ કરવી( તેલ ઘણું ગરમ હોઇ સીધો હાથ ના નાખવો નહિતર બરી જવાશે) લોટ ને તેલ સેજ ઠંડા થાય એટલે બને ને હાથ વડે મિક્સ કરી લેવા
હવે લોટ માં થોડું થોડું કરી નોર્મલ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ હાથ થી મસળવો જેથી લોટ સોફ્ટ બને
લોટ બંધાઈ જાય એટલે બાંધેલા લોટ ને ઢાંકી ને પાંચ દસ મિનિટ રેસ્ટ આપવા મૂકવો
હવે એક વાટકી માં બે ચમચી ઘી લ્યો તેમાં બે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નો લોટ અથવા મેંદા નોલોટ લ્યો
હવે ઘી ને લોટ ને ચમચી વડે હલાવી ને બરોબર મિક્સ કરો ને તૈયાર સ્લડી ને એક બાજુ મૂકો
લોટ ને દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી ફરી લોટ ને પાંચ મિનિટ મસળી લેવો
લોટ મસળી લીધા પછી તેના એક સરખા 6 કે 8 ભાગ કરી લુવા તૈયાર કરી લેવા
હવે એક એક લુવા ને વેલણ વડે વણી લઈ મોટી મોટી રોટલી બનાવતા જઈ એક બાજુ મૂકતા જવી( રોટલી બનાવતા સમયે જો જરૂરલાગે તો વેલણ પાટલા પર તેલ લગાવી સકો કે કોરો લોટ લઈ સકો છો)
બધીજ રોટલી તૈયાર થઈ જાય એટલે એક રોટલી પાટલા પર લઈ તેની પર તૈયાર કરેલી સલ્ડી ને હાથ વડે બધી બાજુ લાગે એમ લગાડવી ( જેમ આપને રોટલી પર ઘી લગાવી એ તેમ લગાવો) હવે તેના પરબીજી વણેલી રોટલી મૂકો ને બીજી રોટલી પર પણ સ્લડિ ને બધી બાજુ લગાવો ત્યાર બાદ તેનાપર ત્રીજી વણેલી રોટલી મૂકો અને તેના પર પણ સ્લડી લગાવો
હવે રોટલી ને એક બાજુ થી ગોળ રોલ જેમ વારતા જઈ ટાઇટ રોલ બનાવો છેલ્લે ફરી થોડી સલ્ડી લગાવીરોલ ને બરોબર બંધ કરો
બધી જ રોટલી ના આવી રીતે રોલ બનાવો
બધારોલ બની જાય એટલે ચાકુ વડે જે સાઈઝ ની પુરી બનાવી હોય એ સિઝેના રોલ માંથી કટકા કરી લ્યો ને બધા જ કટકા ને હાથ વડે સેજ દબાવી લુવા નો આકાર આપો
આમ બધાલુવા થઈ જાય એટલે એની મીડીયમ જાડી પુરી વણી લ્યો બધી જ પુરી આમ વણી લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ પર મકો નેથોડી થોડી કરી ને બધી પુરી ને બને બાજુગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવી
તરેલી પુરી ને એક વાસણ માં કાઢી ને ઠંડી થવા દયો પુરી ઠંડી થાય પછી એક એર ટાઈટ ડબ્બામાં ભરીને 15-20 દિવસ મજામાણો ફરસી પૂરી