નમસ્તે મિત્રો આજ આપણે આવેલ રીક્વેસ્ટ ખસ્તા પડવાળી ફરસી પુરી બનાવવાની રીત બતાવો તો આજ શીખીશું farsi puri ni recipe . દિવાળી, સાતમ આઠમ કે ક્યાંક બારે ફરવા જવું હોય ત્યારે સૌ થી વધુ બનતો નાસ્તો એટલે ફરસી પુરી રેસીપી જે બનાવવી ખુબજ સરળ ને ખાવા માં ખુબજ ટેસ્ટી હોય છે ફરસી પૂરી અલગ અલગ રીતે બનતી હોય છે આપને આજ પડ વારી ફરસી પૂરી બનાવતા શીખીશું તો ચાલો આજ આપણે farsi puri banavani rit gujarati ma , farsi puri recipe in gujarati language video જોઈએ.
ફરસી પૂરી બનાવવા જરૂરી સામગ્રી | Farsi puri recipe ingredients
- મેંદા નો લોટ 2 કપ
- સોજી 2 ચમચી
- કાળા તલ ¼ ચમચી
- જીરૂ ½ ચમચી
- અજમો 1 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- તેલ 2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ઘી 2 ચમચી
- કોર્ન ફ્લોર 2-3 ચમચી
- 1 ચમચી કલોંજી/ડુંગરી ના બીજ( ઓપશનલ છે)
- જરૂર મુજબ પાણી
Farsi puri recipe in gujarati | Farsi puri banavani rit gujarati ma
ફરસી પૂરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ને ચારણી વડે ચારી ને લ્યો , ત્યાર બાદ એમાં બે ચમચી સોજી નાખો( સોજી નાખવા થી પુરી સારી ક્રિસ્પી બને છે)
હવે મેંદા ના લોટ ને સોજી માં 1 ચમચી અજમો હાથ થી મસળી ને નાખો , ત્યાર બાદ એમાં પા ચમચી કાળા તલ, અડધી ચમચી હાથ થી મસળી ને જીરું નાખો,એક ચમચી જેટલી કસુરી મેથી હાથ થી મસળી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખો(એક ચમચી કલોનજી પણ નાખી સકો છો ક્લોંજી થી પુરી નો સ્વાદ વધુ સારો લાગશે પરંતુ જો તમે ડુંગરી ના ખાતા હો તો કાલોંજી નાખવી નહિ)
બધી જ કોરી સામગ્રી ને હાથ વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર વઘરીયા માં કે કડાઈ માં 2-3 ચમચી તેલ ગરમ કરો ને ગરમ તેલ ને કોરી સામગ્રી માં નાખી ચમચી વડે મિક્સ કરવી( તેલ ઘણું ગરમ હોઇ સીધો હાથ ના નાખવો નહિતર બરી જવાશે) લોટ ને તેલ સેજ ઠંડા થાય એટલે બને ને હાથ વડે મિક્સ કરી લેવા
હવે લોટ માં થોડું થોડું કરી નોર્મલ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ હાથ થી મસળવો જેથી લોટ સોફ્ટ બને , લોટ બંધાઈ જાય એટલે બાંધેલા લોટ ને ઢાંકી ને પાંચ દસ મિનિટ રેસ્ટ આપવા મૂકવો
હવે એક વાટકી માં બે ચમચી ઘી લ્યો તેમાં બે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નો લોટ અથવા મેંદા નો લોટ લ્યો , હવે ઘી ને લોટ ને ચમચી વડે હલાવી ને બરોબર મિક્સ કરો ને તૈયાર સ્લડી ને એક બાજુ મૂકો
લોટ ને દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી ફરી લોટ ને પાંચ મિનિટ મસળી લેવો , લોટ મસળી લીધા પછી તેના એક સરખા 6 કે 8 ભાગ કરી લુવા તૈયાર કરી લેવા
હવે એક એક લુવા ને વેલણ વડે વણી લઈ મોટી મોટી રોટલી બનાવતા જઈ એક બાજુ મૂકતા જવી( રોટલી બનાવતા સમયે જો જરૂર લાગે તો વેલણ પાટલા પર તેલ લગાવી સકો કે કોરો લોટ લઈ સકો છો)
બધી જ રોટલી તૈયાર થઈ જાય એટલે એક રોટલી પાટલા પર લઈ તેની પર તૈયાર કરેલી સલ્ડી ને હાથ વડે બધી બાજુ લાગે એમ લગાડવી ( જેમ આપને રોટલી પર ઘી લગાવી એ તેમ લગાવો) હવે તેના પર બીજી વણેલી રોટલી મૂકો ને બીજી રોટલી પર પણ સ્લડિ ને બધી બાજુ લગાવો ત્યાર બાદ તેના પર ત્રીજી વણેલી રોટલી મૂકો અને તેના પર પણ સ્લડી લગાવો
હવે રોટલી ને એક બાજુ થી ગોળ રોલ જેમ વારતા જઈ ટાઇટ રોલ બનાવો છેલ્લે ફરી થોડી સલ્ડી લગાવી રોલ ને બરોબર બંધ કરો , બધીજ રોટલી ના આવી રીતે રોલ બનાવો
બધા રોલ બની જાય એટલે ચાકુ વડે જે સાઈઝ ની પુરી બનાવી હોય એ સિઝેના રોલ માંથી કટકા કરી લ્યો ને બધા જ કટકા ને હાથ વડે સેજ દબાવી લુવા નો આકાર આપો . આમ બધા લુવા થઈ જાય એટલે એની મીડીયમ જાડી પુરી વણી લ્યો બધી જ પુરી આમ વણી લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ પર મકો ને થોડી થોડી કરી ને બધી પુરી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવી
તરેલી પુરી ને એક વાસણ માં કાઢી ને ઠંડી થવા દયો પુરી ઠંડી થાય પછી એક એર ટાઈટ ડબ્બામાં ભરી ને 15-20 દિવસ મજા માણો ફરસી પૂરી
Farsi puri recipe notes
- ગેસ નો તાપ સાવ ધીમો ના રાખવો નહિતર પુરી માં તેલ રહી જસે અને જો ફૂલ તાપ રાખશો તો પુરી અંદર થી કાચી રહી જસે
- તમે ચાહો તો મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ વાપરી શકો છો કે પછી અડધો મેંદા નો લોટ ને અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો
ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Try and Taste – Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
farsi puri banavani rit gujarati ma | ફરસી પુરી રેસીપી
ખસ્તા પડવાળી ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit gujarati ma
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
ફરસી પૂરી બનાવવા જરૂરી સામગ્રી – Farsi puri recipe ingredients
- 2 કપ મેંદા નો લોટ
- 2 ચમચી સોજી
- ¼ ચમચી કાળા તલ
- ½ ચમચી જીરૂ
- 1 ચમચી અજમો
- 1 ચમચી કસુરી મેથી
- 2 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- 2 ચમચી ઘી
- 2-3 ચમચી કોર્ન ફ્લોર
- 1 ચમચી કલોંજી/ડુંગરી ના બીજ( ઓપશનલછે)
- જરૂર મુજબ પાણી
Instructions
ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri banavani rit | farsi puri banavani rit gujarati ma | farsi puri recipe
- ફરસી પૂરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ને ચારણી વડે ચારી ને લ્યો
- ત્યારબાદ એમાં બે ચમચી સોજી નાખો( સોજી નાખવા થી પુરી સારી ક્રિસ્પી બને છે)
- હવે મેંદા ના લોટ ને સોજી માં 1 ચમચી અજમો હાથ થી મસળી ને નાખો
- ત્યારબાદ એમાં પા ચમચી કાળા તલ, અડધી ચમચી હાથ થી મસળી ને જીરું નાખો,એક ચમચી જેટલી કસુરી મેથી હાથ થી મસળી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખો (એક ચમચી કલોનજીપણ નાખી સકો છો ક્લોંજી થી પુરી નો સ્વાદ વધુ સારો લાગશે પરંતુ જો તમે ડુંગરી ના ખાતાહો તો કાલોંજી નાખવી નહિ)
- બધી જ કોરી સામગ્રી ને હાથ વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર વઘરીયા માં કે કડાઈ માં 2-3 ચમચી તેલ ગરમ કરો ને ગરમતેલ ને કોરી સામગ્રી માં નાખી ચમચી વડે મિક્સ કરવી( તેલ ઘણું ગરમ હોઇ સીધો હાથ ના નાખવો નહિતર બરી જવાશે) લોટ ને તેલ સેજ ઠંડા થાય એટલે બને ને હાથ વડે મિક્સ કરી લેવા
- હવે લોટ માં થોડું થોડું કરી નોર્મલ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ હાથ થી મસળવો જેથી લોટ સોફ્ટ બને
- લોટ બંધાઈ જાય એટલે બાંધેલા લોટ ને ઢાંકી ને પાંચ દસ મિનિટ રેસ્ટ આપવા મૂકવો
- હવે એક વાટકી માં બે ચમચી ઘી લ્યો તેમાં બે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નો લોટ અથવા મેંદા નોલોટ લ્યો
- હવે ઘી ને લોટ ને ચમચી વડે હલાવી ને બરોબર મિક્સ કરો ને તૈયાર સ્લડી ને એક બાજુ મૂકો
- લોટ ને દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી ફરી લોટ ને પાંચ મિનિટ મસળી લેવો
- લોટ મસળી લીધા પછી તેના એક સરખા 6 કે 8 ભાગ કરી લુવા તૈયાર કરી લેવા
- હવે એક એક લુવા ને વેલણ વડે વણી લઈ મોટી મોટી રોટલી બનાવતા જઈ એક બાજુ મૂકતા જવી( રોટલી બનાવતા સમયે જો જરૂરલાગે તો વેલણ પાટલા પર તેલ લગાવી સકો કે કોરો લોટ લઈ સકો છો)
- બધીજ રોટલી તૈયાર થઈ જાય એટલે એક રોટલી પાટલા પર લઈ તેની પર તૈયાર કરેલી સલ્ડી ને હાથ વડે બધી બાજુ લાગે એમ લગાડવી ( જેમ આપને રોટલી પર ઘી લગાવી એ તેમ લગાવો) હવે તેના પરબીજી વણેલી રોટલી મૂકો ને બીજી રોટલી પર પણ સ્લડિ ને બધી બાજુ લગાવો ત્યાર બાદ તેનાપર ત્રીજી વણેલી રોટલી મૂકો અને તેના પર પણ સ્લડી લગાવો
- હવે રોટલી ને એક બાજુ થી ગોળ રોલ જેમ વારતા જઈ ટાઇટ રોલ બનાવો છેલ્લે ફરી થોડી સલ્ડી લગાવીરોલ ને બરોબર બંધ કરો
- બધી જ રોટલી ના આવી રીતે રોલ બનાવો
- બધારોલ બની જાય એટલે ચાકુ વડે જે સાઈઝ ની પુરી બનાવી હોય એ સિઝેના રોલ માંથી કટકા કરી લ્યો ને બધા જ કટકા ને હાથ વડે સેજ દબાવી લુવા નો આકાર આપો
- આમ બધાલુવા થઈ જાય એટલે એની મીડીયમ જાડી પુરી વણી લ્યો બધી જ પુરી આમ વણી લ્યો
- હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ પર મકો નેથોડી થોડી કરી ને બધી પુરી ને બને બાજુગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવી
- તરેલી પુરી ને એક વાસણ માં કાઢી ને ઠંડી થવા દયો પુરી ઠંડી થાય પછી એક એર ટાઈટ ડબ્બામાં ભરીને 15-20 દિવસ મજામાણો ફરસી પૂરી
farsi puri recipe in gujarati notes
- ગેસ નો તાપ સાવ ધીમો ના રાખવો નહિતર પુરી માં તેલ રહી જસે અને જો ફૂલ તાપ રાખશો તો પુરી અંદર થી કાચી રહી જસે
- તમે ચાહો તો મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ વાપરી શકો છો કે પછી અડધો મેંદા નો લોટ ને અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Perfect will try it
sure and let us know how it test