ઢોસા ની મિશ્રણ બનાવવા માટે સૌ પ્રથમ ચોખા નેસાફ કરી પાણી થી બરોબર ધોઈ લ્યો ને એક તપેલીમાં ૩-૪ ગ્લાસ પાણી નાખી ચોખા ને ૫-૬ કલાક કે આખી રાત પલાડીમૂકો
હવે બીજી તપેલી માં અડદ દાળ, ચણા દાળ ને મેથી લઇ ધોઈ લ્યો ને ૩-૪ ગ્લાસ પાણી નાખી ૫-૬ કલાક કે આખી રાત પલાડી મૂકો
હવે પલાળેલા ચોખા ને મિક્સર જાર માં લઇ જરૂરપ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો લ્યો
ત્યાર બાદ મિક્સર જાર માં અડદ દાળ ચણા દાળ નેમેથી નખી જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો
હવે બને પીસેલી દાળ ને ચોખાના મિશ્રણ ને બરોબરમિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ૪-૫ કલાક ઢાંકણ ઢાંકી બંધ કરી ગરમ જગ્યાએ મૂકી દયો જેથી એમાં આથો આવી જાય