ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો
ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં થોડો થોડો કરી ગુંદ ને ગોલ્ડન તરી લ્યો ને એક વાસણ માં કાઢી લ્યો
હવે ગેસ પર મિડીયમ તાપે એજ કડાઈમાં એક બે ચમચા ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ ને અડદ નો લોટ નાખી ને હલાવતા રહો લોટ બરોબર શેકાઈ ને ગોલ્ડન થાય એટલે શેકેલોલોટ એક વાસણમાં કાઢી લ્યો
હવે ગેસ પર મીડીયમ તાપે એજ કડાઈમાં માં ત્રણ ચાર ચમચા ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાંચણા નો કરકરો લોટ નાખો ને હલાવતા રહી શેકો ને લોટ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એને પહેલા જે વાસણમાં ઘઉં નો શેકલો લોટ કાઢ્યો તો એમાં કાઢી લ્યો
હવે ગેસ પર મિડીયમ તાપે એજ કડાઈમાં બાકી રહેલું ઘી નાખોને ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલો ગોળ નાખી ચમચા વડે હલાવતા રહો ને ગોળને ઘી માં ઓગળી લ્યો
ગોળઘી માં ઓગળી જાય એટલે એમાં પહેલા શેકી મૂકેલ ઘઉં ચણા લોટ. ને નાખી બરોબર મિક્સ કરો
ત્યારબાદ એ મિશ્રણમાં મેથી પાવડર, સુંઠ પાવડર, ગંઠોડા પાવડર, કાચલુ,સૂકા નારિયળ નું છીણ, ખસખસ, થોડી બદામ ની કતરણ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવો
હવે એક થાળી ને ઘી થી ગ્રીસ કરો
ગ્રીસ કરેલી થાળી માં તૈયાર મેથી પાક નાખી એક સરખો પાથરી લ્યો ને ઉપર થી ખસખસ ને બદામ ની કતરણ છાંટો
પાંચદસ મિનિટ ઠંડુ થવા દયો ત્યાર પછી ચાકુ થી કટકા કરી મેથી પાક ને ઠંડો થવા 5-6 કલાક મૂકી દયો ત્યાર પછીતેના પીસ કાઢી ડબ્બામાં ભરી ને મહિના સુંધી મજા લ્યો મેથી પાક.