કાટલું પાક બનાવવા સૌ પ્રથમ એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં થોડું થોડું કરી ગુંદ ને તરી ને એક વાસણમાં કાઢી લ્યો
ગોળને ચાકુ વડે છીણી લ્યો અથવા તો ધસતા થી ફૂટી લ્યો
હવે એજ કડાઈમાં બીજું ઘી નાખી ધીમા તાપે ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ નાખી હલાવતા રહી લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
લોટ બરોબર શેકાઈ જાય એટલે તેમાં થોડી કાજુ બદામની કતરણ એક બાજુ મૂકી બાકી કાજુ બદામની કતરણને શેકેલા ઘઉં ના લોટ માં નાખો
હવે તરેલો ગુંદ, ડ્રાય ફ્રૂટ ના મિશ્રણમાં છીણેલો ગોળ નાખીને બરોબર મિક્સ કરો
ત્યારબાદ એમાં છીણેલું સૂકું નારિયળ ને કાટલું મસાલો નાખી મિક્સ કરો
હવે ગેસ ફરી ધીમો ચાલુ કરો ને એના પર કાટલું ને બે ત્રણ મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધકરી નાખો
હવે એક થાળી કે પ્લેટ પર ઘી થી ગ્રીસ કરો હવે એમાં કાટલું પાક નાખી એક સરખી રીતે ફેલાવીને એક સરખું કરી નાખો ઉપર થી એક બાજુ મૂકેલ કાજુ બદામ ની કતરણ ભભરાવી દો
હવે ચાકુ વડે કાપા પાડી લો ને કાટલું પાક ને બિલકુલ ઠંડુ થવા દયો ત્યાર બાદ એના કટકા કરીને ડબ્બામાં ભરી લો ને મહિનાઓ સુંધી મજા માણો કાટલું પાક