સૌ પ્રથમએક વાસણમાં ચણાની દાળ ને મગની ફોતરા વગરની દાળ લ્યો બને દાળ ને બે ત્રણ વાર પાણી થી બરોબર ધોઇ ને સાફ કરો ત્યાર બાદ બે ગ્લાસપાણી નાખી બે કલાક પલળવા મૂકો
હવે ગેસ પર એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી જીરું ને તતડાવોત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા ને ડુંગરી નાખી ચમચા વડે હલાવી ડુંગરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર પછી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાંસુધી શેકો
ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, પા ચમચી હળદર નાખી મિક્સ કરો નેબે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં ત્રણ કપ પાણી નાખો ને પાણી ને ઉકાળો
પાણી ઉકળે એટલે એમાં પલાળેલી ચણા દાળ ને મગ દાળ નાખો અને આંબલી નો રસ નાખો ને સ્વાદ મુજબમીઠું નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બંધ કરો ને બે ત્રણ સીટી કરો ત્યાર ગેસ બંધ કરોને હવા નીકળવા દયો