લીલી તુવેરના ટોઠા બનાવવા લીલી તુવેરના દાણા કાઢી લ્યો ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો
એક તપેલી માં એક ગ્લાસ પાણી ગરમ કરો એમાં સ્વાદ મુજબ મીઠું ને ચપટી ખાવા ના સોડા નાખી એમાં તુવેરને ચાર પાંચ મિનિટ બાફી લ્યો તુવેર બફાઈ જાય એટલે એને ચારણીમાં કાઢી લ્યો
ગેસપર એક કડાઈ ગરમ કરવા મૂકો તેમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તજ, તમાલપત્ર, બદિયનું, તલ,વરિયાળી ને સૂકા લાલ મરચા નાખી શેકો
હવે એમાં આદુ, લસણ,મરચા ની પેસ્ટ નાખી શેકો ત્યાર પછી લીલા મરચા ને ડુંગરી નાખી શેકો ડુંગરી શેકાઈ જાય એટલે એમાં લીલું લસણ નાખી પાંચ સાત મિનિટ શેકો ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટકે ઝીણા સુધારેલા ટમેટા નાખી ને બધું બરોબર ચડાવો
હવે એમાં લીલી ડુંગળી નાખી મિક્સ કરી ચડાવી લ્યો તેલ છૂટું થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, એક ચમચી ગોળ ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકો
હવે એમાં બાફેલી તુવેર નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછીફરી મિક્સ કરી એક કપ પાણી નાંખી હલાવો ને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડાવો( પાણી તમને જેવી ઘટ્ટ કે પાતળી ગ્રેવી જોઈએ એ પ્રમાણે વધુ નાખી શકો છો)
છેલ્લે એમાં લીંબુ નો રસ ને લીલા ધાણા નાખી મિક્સ કરો તો તૈયાર છે તુવેરના ઠોઠા.