રાબ બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં ૨ કપ પાણી ગરમ કરવા મૂકો.( જો રાબ આછી જોઈતી હોય તો ૨કપ પાણી ની જગ્યા એ ૩ કપ પાણી લેવું.) પછી તેમાં ૨ ચમચા ગોળ અને એક ચમચી અજમો નાખી દો. પાણીમાં ગોળ ઓગળે ત્યાં સુધી ઉકળવા દો.
ગોળ વાળુ પાણી ઉકડે ત્યાં સુધી બીજા ગેસ પર બાજરી ના લોટ ને શેકવા ની તૈયારી કરો.
એક કડાઈ લ્યો એ કડાઈને ગેસ પર ગરમ કરવા મૂકો હવે તેમાં 3 ચમચા ઘી ગરમ કરો ઘી ઓગળે એટલે તેમાં પીસેલું ગુંદ નાખો. ગૂંદ નાખ્યા પછી ગેસ ધીમો કરી નાખો જેથી ગુંદ બળીના જાય, હવે ગુંદ શેકતા ફૂલીને મોટો થશે એટલે તેમાં એક ચમચી બાજરીનો લોટ નાખો.
બાજરીના લોટ ને ધીમા તાપે સહેજ લાલાશ પડતો થાય ત્યાં સુધી શેકો. જો લોટ કોરો લાગતો હોય તો એકચમચી ઘી વધારે ઉમેરી સકાય.હવે તેમાં છીણેલું નારિયેળ નાખો,નાળિયેર સહેજ શેકાય ત્યાં સુધી હલાવો પછી તેમાં એક ચમચી સૂંઠનો પાઉડરનાખી સૂંઠના પાવડર ને પણ શહેજ સેકો.
હવે તેમાં તૈયાર કરેલું ગોળનું પાણી થોડું થોડું કરી ઉમેરતા રહી હલાવતા રહો ગોળના પાણીનેથોડું-થોડું કરીને જ ઉમેરવું નહીંતર તેમાં ગાંઠ પડી જશે.
ગોળ નું પાણી ઉમેર્યા પછી રાબ ને ધીમે તાપે ઊકળવા દો. એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરી દો. હવે એક નાના બાઉલમાં રાબ પીરસો. રાબ પર કાજુની કતરણ મગતરી ના બી અને નાળીયેરના છીણથી ગાર્નીશ કરો અને પીરસો.