કાબુલી ચણા ને સૌ પ્રથમ સાફ કરી પાણી થી બરોબર ધોઈ ને ૫-૭ કલાક પલળવા મૂકો અથવા આખી રાત પલાળી રાખો
એક વાસણમાં ૨-૩ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં ૨-૩ ચમચી ચા ભૂકી નાખી ૫-૭ મિનિટ ઉકાળો ને ચા નું પાણીતૈયાર કરો
હવે ગેસ પર એક કૂકરમાં પલાળેલા કાબુલી ચણા લ્યો તેમાં ૧ ચમચી અજમો,૧ નાનો ટુકડો તજ,૧-૨ તમાલપત્ર,૪-૫ મરી,૩-૪ લવિંગ,૧-૨ નાની એલચી ૧ ચમચી લસણની પેસ્ટ ને ચા નું ગારેલ પાણી નાખો ને ચણા ડૂબે એટલું જરૂર લાગે તો પાણી નાખો ને સ્વાદમુજબ મીઠું નાખી મિક્સ કરી કૂકર નું ઢાંકણ ઢાંકી બંધ કરો ને ૨૦-૨૫ મિનિટ મીડીયમ તાપે ૪-૫ સીટી થાય ત્યાં સુંધી ચડાવો
હવે ભટુંરા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં મેંદો લ્યો તેમાં સ્વાદ મુજબમીઠું બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ને ઘી નાખી બરોબર મિક્સ કરો ને ત્યાર બાદએમાં દહીં ને જરૂર મુજબપાણી નાખી મિક્સ કરી નરમ લોટ બાંધો ને બાંધેલા લોટ ને અડધો કલાક કે કલાક એક બાજુ ભીનુંકપડું ઢાંકી ને એક બાજુ મૂકી દયો
હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીનો પેસ્ટ નાખી મીડીયમ તાપે શેકો ડુંગરી શેકાઈ જાય એટલે એમાં લસણ ની પેસ્ટ, લીલા મરચા ના કટકા, ને આદુની પેસ્ટ નાખી મિક્સ કરો ત્યારબાદ એમાં ટામેટા ની પેસ્ટ નાખી તેલ છૂટે ત્યાં સુધી ચડાવો
હવે ગ્રેવી માં લાલ મરચા નો પાવડર,ધાણા જીરુંનો પાવડર, પા ચમચી હળદર નાખી મિક્સ કરો ને તૈયાર મિશ્રણમાં બાફેલાકાબુલી ચણા નાખી મિક્સ કરો ને ૫-૭ મિનિટ ચડાવો જો જરૂર લાગે તોએક કપ પાણી નાખી સકો છો ને મિક્સ કરી લેવું ગ્રેવી ખદખદવા લાગે એટલે એમાં કસૂરી મેથી,ગરમ મસાલો ને લીલા ધાણા ઉમેરી બરોબર મિક્સ કરો ને ૨-૩ મિનિટ ચડાવો તો તૈયાર છે અમૃતસરી છોલે.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો ને તેલ ગરમ થાય ત્યાં સુધી લોટને મસળી લ્યો ને તેના લોયા બનાવી લ્યો ને લોયા પર તેલ લગાડી ને પૂરી બનાવી લ્યો નેતેલ માં તરી લ્યો આમ બધીજ પુરી બનાવી લ્યો તૈયાર છે ભટુંરા.