Go Back
+ servings
આલુ પરોઠા બનાવવાની રીત - બટાકા ના પરોઠા બનાવવાની રીત - aloo paratha banavani rit - bateta parotha banavani rit - aloo paratha recipe in gujarati - aloo paratha banavani rit gujarati ma

આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha banavani rit | aloo paratha recipe in gujarati

પરોઠાનું નામ આવે એટલે બટાકા ના પરોઠા નો સૌથી પહેલા વિચાર આવે. નાના-મોટા સૌને બટેટા તો ભાવે જ એટલે બટેટા માંથી બનાવેલી બધી વાનગીઓ ભાવે અને બટેટા પરોઠા આ બધી વાનગીઓમાં સૌથી મોખરે છે,તેમજ ઘણા વ્યક્તિ દ્વારા આલુ પરોઠા ની રેસીપી બતાવો ની રીક્વેસ્ટ પણ આવેલ. બટેટા મા રહેલું સ્ટાર્ચ શરીર ને એનર્જી પૂરી પાડે છે અને લાંબા સમય સુધી ભૂખ  લાગતી નથી, તો ચાલો બનાવતા શીખીએ આલુ પરોઠા બનાવવાની રીત, આલુ પરોઠા રેસીપી, aloo paratha recipe in gujarati , aloo paratha banavani rit gujarati ma
4 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવા
  • 1 કૂકર

Ingredients

આલુ પરોઠા રેસીપી માટે લોટ બાંધવા જરૂરી સામગ્રી | Aloo paratha samgri

  • 1 કપ ઘઉં નો લોટ
  • ½ ચમચી મીઠું
  • ¾ કપ પાણી
  • 1 ચમચી તેલ

આલુ પરોઠા  ના સ્ટફિંગ માટે જરૂરી સામગ્રી | aloo paratha stuffing mate ni samgri

  • 3 નંગ બટાકા (મધ્યમ કદના )
  • 2 ઝીણાં સમારેલાં લીલા મરચાં
  • 1 ઇંચ આદું (છીણેલું)
  • 1 ચમચો લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી લાલ મરચું પાઉડર
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ખાંડ
  • 1 ચમચી ધાણા પાઉડર
  • આલુ પરોઠા શેકવા માટે ઘી
  • 1 વાટકી કોરો લોટ

Instructions

આલુ પરોઠા બનાવવાની રીત - બટાકા ના પરોઠા બનાવવાની રીત  - aloo paratha banavani rit -  bateta parotha banavani rit - aloo paratha recipe in gujarati

  • બટેટા પરોઠા બનાવવા બટેટા સૌથી પહેલા બાફવા મૂકવા. બટેટા બાફવા માટે ગેસ પર એક કૂકરમાં બે ગ્લાસ પાણી લઈ તેમાં બટેટાને ધોઈ ને નાખી દેવા અને કુકર બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડવી અને ગેસ બંધ કરી દેવો. કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ.

બટેટા પરોઠા નો લોટ બાંધવાની રીત

  • લોટ બાંધવા માટે એક પહોળા બાઉલમાં એક કપ લોટ લેવો. આ લોટમાં અડધી ચમચી મીઠું નાંખી બરાબર મિક્સ કરવું પછી લોટમાં થોડું થોડુંકરી પાણી ઉમેરતા રહી લોટ બાંધવો
  • પછી તેમાં એક ચમચી તેલ નાખો અને ફરીથી લોટને સરસ રીતે મસળવો. લોટ ને 10- 15 મિનિટ એક્ સાઇડ રાખો. (આશરે ત્રણ ચતુર્થાંશ કપ પાણી જોઈશે.   રોટલી માટે લોટ બાંધીએ તેના કરતાંસહેજ ઢીલો બાંધો જેથી પરોઠા  ફાટી નહિ જાય અને સરસ ફૂલેલા ઉતરશે.)
  • લોટ 10 15 મિનિટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણેબટેટા ના મસાલા ની તૈયારી કરી લઈએ

પરાઠા નો મસાલો બનવાની રીત

  • કુકરમાંથી બટેટા કાઢી તેની છાલ ઉતારી લેવી અને એક બાઉલમાં આ બટેટા લઈ તેને હાથેથી મસળી લો. હવે આ મસળેલા બટેટામાં  2 લીલા સમારેલાં મરચાં  નાખો. તેમાં એક ઈંચ આદુના ટુકડાનું છીણ નાખો પછી તેમાં સમારેલા લીલા ધાણા નાખો.
  • પછી ગરમ મસાલો લાલ મરચું પાવડર અને જીરુ પણ ઉમેરો પછીસ્વાદ મુજબ અથવા એક ચમચી મીઠું ઉમેરો. પછી એક ચમચી આમચૂરપાવડર નાખો.
  • તમે આમચૂર પાવડર ની જગ્યાએ લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો. હવે તેમાં ખટાશ ને બેલેન્સ કરવા અડધી ચમચી ખાંડ પણ ઉમેરો. સૌથી છેલ્લે એક ચમચી ધાણાનો પાવડર નાખો. હવે બટેટા માં  નાખેલા બધા મસાલા ને બરાબર મિક્સકરો.

પરોઠા વણવા ની તૈયારી

  • સૌપ્રથમ બાંધેલા લોટ ને મસળી તેમાંથી પાંચ ગોળા બનાવો તેવી જ રીતે બટેટા ના મસાલા માંથી પણપાંચ ગોળા બનાવો. આમ કરવાથી બધા બટેટા પરોઠા સરખા બનશે.
  • હવે મધ્યમ તાપે ગેસ પર એક નોન સ્ટિક તવો મૂકી તેને ગરમ થવા દો તવો ગરમ થાય ત્યાં સુધી આપણેપરોઠા વણશું.
  • લોટના એક ગોળાને લઇ તેમાં કોરો લોટ છાંટી રોટલી વણી લેવી. (રોટલી ને કિનારીથી પાતડી વનવી જેથી પરોઠા માં સ્ટફિંગ નાખ્યા બાદ  વચ્ચે થી જાડા ન રહે. ) વનેલી રોટલી માં તૈયાર કરેલ બટેટા ના મસાલા નો એક ગોળો લઈ હાથેથી દબાવી લો
  • પછી રોટલી ને કચોરી ને ભેગી કરી એમ રોટલી ને ભેગી કરીબંધ કરો જેથી મસાલો બારે ન નીકળી જાય. હવે તેના પર ફરીથી કોરો લોટ છાંટી ધીમા હાથે પરોઠું વણી લો. હવે આ બનેલા પરોઠા નેગરમ કરેલ તવા પર શેકી લો
  • બંને બાજુ તેમાં ઘી નાખી સહેજ લાલાશ પડતાં થાય ત્યાં સુધી સેકી લો. આવી રીતે બધા પરોઠા સેકી લો.તૈયાર છે સ્વાદિષ્ટ બટેટા પરોઠા. તમે આ પરોઠા રાયતુંઅને ચટણી સાથે પીરસો.

aloo paratha banavani rit notes

  • આજકાલ ચીઝ નું ચલણ વધ્યું છે તો તમે ચીઝ પણ ખમણી ને બટેટા ના મસાલા માં નાખી શકો છો. ચીઝ થી સ્વાદ માં વધારો થાય છે.
  • તમે આ પરોઠા તેલ અથવા માખણ થી પણ સેકી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો