રીંગણ નો ઓળો બનાવવા સૌપ્રથમ રીંગણને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ થોડા થોડા અંતરે ચાકુથી કાપા પાડી લ્યો પાડેલા કાપા માં લસણ ની કણી લીલા મરચા ભરાવો ને તેલ લગાવી ગેસ પરકે શગડી પર બધી બાજુ થી શેકો
એની સાથે બે ટમેટા ને બે ત્રણ મરચા ને પણ શેકી લ્યો બધું બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધકરી ટમેટા રીંગણને થોડા ઠંડા થવા દેવા
રીંગણને ટમેટા ઠંડા થાય એટલે એની ઉપર ની કાળી છાલ ને હાથ થી કાઢી લેવી ને ચમચી વડે મેસ કરીલ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને હિંગ નાખો હવે એમાંસુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લાલ મરચાનોપાઉડર નાખી બે ત્રણ ચમચી પાણી નાખી ને મિક્સ કરો અને એક બે મિનિટ ચડાવો
હવે એમાં મેસ કરેલ રીંગણ ને ટમેટા નાખો ને મિક્સ કરી ને ઢાંકણ ઢાંકી બંધ કરી ચાર પાંચ મિનિટસુધી ચડવા દો
પાંચમિનિટ પછી ઢાંકણ ખોલી જોશો તો તેલ છૂટું થઈ ગયું હસે હવે તેને બરોબર મિક્સ કરો ને ગરમ મસાલો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ બાજરાના રોટલા, રોટલી સાથે સર્વ કરો રીંગણ નો ઓળો