ચણાની દાળ ના વડા બનાવવા સૌપ્રથમ ચણા દાળની પાણીથી બરોબરધોઇ જરૂર મુજબ પાણી નાખી ચારથી પાંચ કલાક પલાળવા મૂકી દયો
દાલ પલળી જાય એટલે તેમાંથી બધું જ પાણી કાઢી દાળને નિતારી લો
હવે એક મિક્સર જારમાં જીરું તજ નો ટુકડો મરીનાખી પીસી લેવા
ત્યાર બાદ તેમાં લીલા મરચા ,આદુ નાખી પીસી લેવા
ત્યાર બાદ તેમાં પલાળેલી ચણા દાળ નાખી અધકચરી પીસી લેવી
હવે પીસેલી ચણાની દાળને એક વાસણમાં કાઢી તેમાં ઝીણી સુધારેલી ડુંગળી ,લીલા ધાણા ,ચોખાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરોબર મિક્સ કરો ત્યારબાદ એક ચમચી તેલ નાખી ફરીથી બરાબર મિક્ષ કરી લો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો
તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ના મિશ્રણમાંથી નાના-નાના ગોળા વાળી તેની વચ્ચેથી સેજ દબાવી લુવા આકારના વડા તૈયાર કરી લ્યો
તેલ ગરમ થાય એટલે વડા નાખી મીડીયમ તાપે બંનેબાજુ ગોલ્ડન તરી લ્યો
આમ બધા જ વડા બંને બાજુ ગોલ્ડન થાય તે રીતેતરી લેવા
ગરમા ગરમ દાળવડાને લસણની ચટણી ટમેટા સોસ અનેલીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો