મસાલા મેગી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલીડુંગળી નાખી ને એક બે મિનિટ શેકો
ડુંગરી શેકાઈ જાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ ને લીલા મરચા નાખી ને સાંતળો ત્યાર બાદ એમાંગાજર ને ટમેટા નાખી ને ટમેટા થોડા નરમ થાય ત્યાં સુધી ચડાવો
ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં કેપ્સીકમ અને વટાણા નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો ને મેગી મસાલો નાખી મિક્સ કરોને દોઢ કપ જેટલું પાણી ને જો જરૂર લાગે તો થોડું મીઠું નાખી ઉકાળો
પાણી ઉકળવા લાગે એટલે તેમાં મેગી નાખી દયો ને બે ત્રણ મિનિટ પછી ચમચા વડે હલાવતા જઈ છૂટીકરો ને હલાવતા રહી ચડાવો ને ત્યાર બાદ એક બે મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવી લ્યો
મેગી બરોબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો