ગેસપર એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ , મેથી ના દાણા નાખો મેથી ના દાણા ચડી જાય એટલે કે ગોલ્ડન કરો ત્યારબાદ તેમાં લવિંગ, તજ નોટુકડો નાખો
ત્યારબાદ તેમાં હિંગ, મીઠો લીમડો ,સૂકાં લાલ મરચાં નાખી બરોબર મિક્સ કરો બધું બરોબર મિક્સ કરી વઘાર તૈયાર કરો
તૈયાર વઘારને બાફેલી દાળમાં નાખો અને દાળ ને પાતળી કરવા એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો અને ગોળ ને કોકમ નાખો અને જરૂર લાગે તોમીઠું નાંખી મિક્સ કરી દાળની ઉકાળો દો
દાળ ઉકળે ત્યાં સુંધી બાંધેલા લોટમાંથી મિડિયમ સાઈઝના લુઆ તૈયાર કરી લો તૈયાર લુવા ને વણી મીડીયમ પાતળી રોટલી વણી લો
વણેલી રોટલી ને ગેસ પર તવી પર બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો રોટલીના ચાકુ અથવા કુકી કટરથી સ્ટાર, ડાયમંડ કટ અથવા ચોરસ કટકા કરી લો
તૈયાર કટકાને ઉકળતી દાળમાં નાંખી બરોબર મિક્સ કરો ત્યારબાદ ધીમે તાપે પંદરથી વીસ મિનિટ સુધી ચડાવો
દાળ સાથે ઢોકળી બરાબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ગેસ બંધ કરો પીરસતી વખતે તેના પર સુધારેલી ડુંગરી અને લીલા ધાણાથી ગાર્નિશ કરી ગરમા ગરમ પીરસો