એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, આમચૂર પાઉડર, હળદર નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી રાખો
એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં જીરું, આખા સૂકા ધાણા ને વરિયાળી નાખો ત્યાર બાદ એમાં વાટકામાં તૈયાર કરેલ મસાલો નાખો ને મિક્સ કરો હવે એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી દયો જેથી મસાલા બરી ના જાય
હવે મસાલામાં મેસ કરેલા બટાકા નાખી મસાલો ને બટાકા ને બરોબર મિક્સ કરો હવે એમાં ટમેટો કેચ અપ નાખી બરોબર મિક્સ કરો ને છેલ્લે તેમા લીલા ધાણા સુધારેલાનાખી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા મૂકો
હવે બ્રેડ ની એક સ્લાઇજ લ્યો તેના પર લીલી ચટણી લગાડો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ બતકનુંસ્ટફિંગ મસાલો લગાવો ને તેના પર બ્રેડ ની બીજી સ્લાઈજ પર લીલી ચટણી લગાડી એને મસાલાવાળી બ્રેડ સ્લાઈસ પર મૂકી સેજ દબાવી લ્યો આમ બધા પકોડા તૈયાર કરી લ્યો
હવે બેસનનું ઘોળું જે તૈયાર કરેલ હતું એમાં પા ચમચી બેકિંગ પાઉડર નાખી મિક્સ કરો
ગેસ પર એક કડાઈમાં પકોડા તરવા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી નાખો
હવે સ્ટફિંગ બ્રેડ ના ત્રિકોણ આકાર કટકા કરો ને એ કટકા ને બેસન ના ધોળ માં બધી બાજુ ફેરવીને કોટિંગ કરો ને તેલ નાંખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધાજ પકોડાતરી ને તૈયાર કરી લ્યો
તૈયાર બ્રેડ પકોડા ચટણી ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો