મમરાની ચીકી બનાવવા સૌ પ્રથમ ગોળ ને ચાકુ વડે ઝીણો કાપી લ્યો અથવા ધસ્ટા વડે ફૂટી લેવો
મમરાને બરોબર સાફ કરી લેવા
ગેસપર કડાઈ માં મમરા ને બે ત્રણ મિનિટ શેકી ને ક્રિસ્પી કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈમાં ઘી નાખી ગરમ કરો ત્યાર બાદ એમાં ગોળ નાખી હલાવતા રહો ને ગોળ ને ઓગળવા દયો (ગોળ ને હલાવતા રહેવું કેમ કેજો ગોળ ના હલાવવા ના કારણે ગોળ ચોંટી ને બરી જસે તો ચીકી નો સ્વાદ બગડી જસે)
ગોળ ઓગળીને થોડો રંગ બદલે એટલે ગેસ બંધ કરી એમાં શેકેલા મમરા નાખી મિક્સ કરો ને ફરી બે ત્રણ મિનિટ ગેસ ચાલુ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
થાળી માં ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવી
હવે ગ્રીસ કરેલ થાળી માં મમરા નું મિશ્રણ નાખી વાટકી વડે હલકા હાથે દબાવી ને સેટ કરો નેઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ને ફરી હલકા હતે દબાવી સેટ કરો ને કુકી કટર કે વાટકા થી આકારઆપી તૈયાર કરો
તૈયાર મમરા ની ચીકી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને મમરા ની ચીકી ની મજા માણી