Go Back
+ servings
મગજ ના લાડુ બનાવવાની રીત - મગજ ની લાડુડી બનાવવાની રીત - magas na ladoo recipe in gujarati - Magas na ladoo banavani rit - magas recipe in gujarati language - magaj na ladu ni recipe

મગજ ના લાડુ બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati | magaj na ladu ni recipe | Magas na ladoo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મગજ ના લાડુ બનાવવાની રીત શીખીશું. આ લાડુ ખૂબ જ ઓછી સામગ્રી થી જડપી બની જતા હોય છે ને ઘર નાનાના મોટા પ્રસંગમાં ખૂબ બનતા હોય છે આ લાડુ બધાને ખૂબ જ ભાવેતા હોય છે તેમાં પણ જોઆ લાડુ ને ડ્રાયફ્રુટ તેમજ બરાબર ઘી નાખીને ઘરે બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે તો ચાલો જોઈએ મગજની લાડુડી બનાવવાની રીત ,magas na ladoo recipe in gujarati, Magas na ladoo banavanirit, magas recipe in gujarati language, magaj na ladu ni recipe
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 6 વ્યક્તિઓ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મગજ ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી  | Magas na ladu banava jaruri samgri

  • 2 કપ ચાણાનો કરકરો લોટ
  • ½ કપ ઘી
  • 1 ½ કપ પીસેલી ખાંડ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 3-4 ચમચી કાજુ ,બદામ ,પીસ્તા ની કતરણ

Instructions

મગજ ના લાડુ બનાવવાની રીત | મગજ ની લાડુડી બનાવવાની રીત | Magas na ladoo banavani rit

  • બેસન ના લાડુ - મગજ ના લાડુ બનાવવા માટે બજારના તૈયાર બેસન કરતા ઘરે બનાવેલા બેસન ના લોટથી લાડુ વધારે સારા બને છે તેના માટે ઘરે ચણાની દાળને  સાતથી આઠ મિનિટ શેકી લઈ ને ચણા દાળ ઠંડી થવા મૂકો ત્યાર બાદ તેને થોડી કરકરી પીસી લેવી
  • લાડુ બનાવવા માટે ગેસ પર એક કડાઈ મૂકી તેમાં ઘી ગરમ કરવા મુકો ,બધુ ઘી એક સાથે ન નાખવું હવે થોડુંઘી ગરમ થાય એટલે તેમાં થોડો થોડો કરીને બેસન નાખવો
  • બેસનને ધીમા તાપે હલાવતા થી ને વીસ પચીસ મિનિટ સુધી શેકતા રહો ને હલાવવાનું બંધ ના કરવું નહિતર લોટ કડાઈ ના તરિયમા ચોંટી જસે ને બરી જસે હવે ૨૦ મિનિટ શેકાઈ ગયા બાદ તેમાં થોડું ઘી ઉમેરવું ને ફરીથી દસ મિનિટ માટે શેકવું. જ્યાં સુધી તેમાંથી  ઘી  છૂટું ન પડે ત્યાં સુધી હલાવતા રહેવું.
  • હવે બેસન બરાબર શેકાઈ ગયા બાદ તેમાં બદામ, કાજુ ને પિસ્તાની કતરણ નાખી શેકી ને બરાબર મિક્સ કરી ગેસ બંધકરી બેસન ના મિશ્રણને ઠંડુ કરવા માટે મૂકવું
  • બેસન નું મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ તેમાં  એલચી પાવડર અને અડધાકપ જેટલી પીસેલી ખાંડ નાખવી અને તેને હાથ થી બરાબર મિક્સ કરી લેવું
  • ત્યાર બાદ બાકી ની પીસેલી ખાંડ પણ નાખી દેવી હવે તેમાં ૨ મોટી ચમચી જેટલું ઘી નાખવું અને મિક્સ કરી લેવું
  • હવે બેસન ને ખાંડ બરાબર મિક્સ કરી લીધા બાદહાથ માં થોડું મિશ્રણ લઇ દબાવી તેને ગોળ આકાર માં લાડુ બનાવી લેવા અને ઉપર થી પીસ્તા ની કતરણ ના બે ટુકડા મૂકી બરાબર ગોળ વારી લેવું
  • આવી રીતે બીજા બધા લાડુ પણ વારી ને તૈયાર કરી લેવા
  • બધા લાડુ બની ગયા બાદ તેને ૪ થી ૫ કલાક માટેબારે જ રાખવા જેથી તે રૂમ ટેમ્પરેચર માં આવી જાય અને ત્યારબાદ તેને ડબ્બા માં રાખીશકાય છે .આ લાડુ ને ૩ થી ૪ અઠવાડિયા માટે રાખી શકાયછે

magas na ladoo recipe in gujarati

  • બેસન નો લોટ કરકરો લેવો
  • ઘી પણ માપસર લેવું વધારે ઘી નાખવા થી લાડવા નો આકાર બગડી જસે

magas na ladoo recipe in gujarati notes

  • બેસન નો લોટ કરકરો લેવો
  • ઘી પણ માપસર લેવું વધારે ઘી નાખવા થી લાડવા નો આકાર બગડી જસે
  • બેસન નું મિશ્રણ સાવ ઠંડુ થાય પછીજ પીસેલી ખાંડ નાખવી  નહિતર લાડુ માંથી ખાંડ ઓગળશે ને લાડુ બગડી જસે
     
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો