ખજૂર માંથી ઠડિયા કાઢી નાખી એક વાર પાણી થી ધોઈ લ્યો જેથી એના પર કોઈ કચરો ચોટો હોય તો નીકળીજાય ત્યાર બાદ ખજૂર ડૂબે એના થી થોડું વધુ ગરમ પાણી નાખી અડધો કલાક પલાળો
આંબલીને પણ ધોઇ ને સાફ કરો ત્યાર બાદ આંબલી ડૂબે થી થોડું વધુ ગરમ પાણી નાખી અડધો કલાક પલાળો
પલળેલી આંબલી ને ખજૂર ને મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી લેવી
હવે ગેસ પર એક કડાઈમાં ચારણી થી પીસી રાખેલ આંબલી ખજૂર ની પેસ્ટ ને ગારી લ્યો એમાં ગોળ, શેકેલા જીરુંનો પાવડર,લાલ મરચા નો પાવડર, સૂંઠ, સંચળ, સ્વાદ મુજબ મીઠું ને એક લીટર જેટલું પાણી નાખી મિક્સ કરી ઉકાળો ફૂલતાપે 30-40 મિનિટ સુધી ઉકાળી ને ઘટ્ટ કરી લ્યો ત્યાર પછી ગેસબંધ કરી ચટણીને ઠંડી થવા દયો ને ચટણી ને ડબ્બામાં ભરી લ્યો
(આ ચટણી ને ફ્રીઝ માં મૂકવાથી 7-8દિવસ સાચવી શકશો ને ફ્રીજરમાં મુકવા થી 15-20 દિવસ સાચવી શકશો)