સૌ પ્રથમ પનીર ના મિડીયમ સાઇઝ ના ટુકડા કરી લ્યો ટુકડા ને એક વાસણમાં લ્યો એમાં દહીં, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા પાવડર, જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખો ને હળવા હાથે કેચમચા વડે બધું મિક્સ કરી પનીર ને કોટ કરો (અહી તમે એક ચમચી બેસનનાખશો તો પનીર પર નું કોટિગ સરસ થશેને સાથે પા ચમચી સરસિયું તેલ નાખવા થી સ્વાદ સારોલાગશે) એને 20-30 મિનિટ માટે મેરીનેટ કરવામૂકો