Go Back
+ servings
વેડમી બનાવવાની રીત - vedmi recipe in gujarati - vedmi banavani recipe - vedmi banavani rit - વેડમી બનાવવાની રેસીપી - vedmi recipe in gujarati language

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

આજે આપણે વેઢમી - વેડમી બનાવવાની રીત શીખીશું. વેડમી ને પૂરણ પોળી કે મીઠી રોટલી પણ કહેવાય છે જે એક સ્વીટ વાનગી છે પારંપારિક રીતે તો તે ચણા દાળ, તુવેર દાળ કે મગ દાળ માંથી બનવવામાં આવે છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે પણ આજ કલ ડ્રાય ફ્રૂટ ની પણ પૂરણપોળી બનવવામાં આવે છે આજ તો આપણે પારંપારિક રીતે જ વેડમી બનાવવાની રેસીપી, vedmi banavani rit ,  vedmi banavani recipe,  vedmi recipe in gujarati language  શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

વેડમી નું ઉપરનું પળ બનાવવા માટેની સામગ્રી  

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી ઘી
  • મીઠું ચપટી (ઓપ્શનલ છે)
  • પાણી જરૂર મુજબ

વેઢમીનું પુરાણ - સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ તુવેર દાળ
  • 1 કપ ગોળ
  • 2 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાવડર
  • ¼ ચમચી લવિંગ પાઉડર
  • ¼ ચમચી જાયફળ પાવડર
  • પાણી જરૂર મુજબ

Instructions

vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

  • સૌ પ્રથમ આપને પુરણ બનાવતા શીખીશું પછી તેને વણવાની રીત શીખીશું

વેઢમીનું પુરાણ બનાવવાની રીત | વેઢમીનું સ્ટફિંગ બનાવવાનીરીત

  • વેઢમી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને સાફ કરી બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યાર બાદ એકાદ કલાક એકગ્લાસ પાણી નાંખી પલળવા મૂકો
  • એકાદ કલાક દાળ પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો હવે ગેસ પર એક કુકર માં એક કપ થી સવા કપ પાણી ગરમ મૂકો એમાં પલાળેલી તુવેર દાળ નાખો ને એક ચમચી ઘી નાખી કુકર નું ઢાંકણ બંધકરી મિડીયમ  તાપે બે ત્રણ સીટી કરો ત્યાર બાદગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો
  • હવે ગેસ પર મીડીયમ તાપ પર એક કડાઈમાં બાફેલી દાળ લ્યો એમાં સુધારેલ ગોળ (ગોળ ની માત્રા વધુ ઓછી તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો) નાખો ને બરોબર મિક્સ કરી હલાવતા રહેવું  પાંચ સાત મિનિટ હલાવતા બાદ એમાં એકબે ચમચી ઘી નાખી હલાવવું જ્યાં સુંધ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુંધી મિશ્રણ ને ઘટ્ટથતાં 14-15 મિનિટ લાગશે પુરાણ બરોબર ચડી જાય એટલે છેલ્લે તેમએલચી પાવડર, લવિંગ પાઉડર ને જાયફળ પાવડર નાખી મિક્સ કરી ગેસ બંધકરી પુરાણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

વેઢમીનું ઉપરનું પળ બનાવવા ની રીત

  • એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો એમાં એક બે ચપટી મીઠું નાખો(મીઠું બિલકુલ ઓપ્શનલ છે મીઠું નાખવા થી વેઢમી ના પુરાણ ની જે મીઠાસ છે એની સાથે અલગ જ સ્વાદ આવશે) નેબે ચમચી ઘી નાખી હાથેથી મિક્સ કરો ને થોડું થોડું પાણી નાખી રોટલી ના લોટ જેવો મીડીયમનરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને થોડો મસળી ને દસ પંદર ઢાંકી ને એક બાજુ મૂકો

વેડમી બનાવવાની રીત

  • બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની વેઢમી બનાવવી હોય એ સાઇઝ નો લુવો બનાવવો ત્યાં બાદ કોરા લોટ સાથેમીડીયમ જાડી રોટલી બનાવવી હવે વચ્ચે જે પુરાણ તૈયાર કરેલ તેમાંથી એક લુવા સાઇઝ નો ગોલીબનાવી વણેલી રોટલી વચ્ચે મૂકી બધી બાજુ થી બંધ કરી ને પોટલી જેવું બનાવી લેવું
  • હવે વધારા નો લોટ નો ઉપર નો ભાગ કાઢી હાથ વડે દબાવી કોરા લોટ સાથે મિડીયમ જાડી રોટલી વણી લેવી આમ બધી પૂરણ પોળી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી ને મીડીયમ તાપે બને બાજુઘી લગાવી ગોલ્ડન શેકી લ્યો
  • અથવા એક એક બનાવતા જાઓ ને સાઈડ માં ગેસ પ્ર એક તવી ગરમ કરો ને મીડીયમ તાપે બને બાજુ ઘી લગાવીગોલ્ડન શેકતા જઈ વેઢમી/પૂરણપોળી તૈયાર કરતા જાઓ
  • તૈયા રવેઢમી ને ઉપરથી ઘી લગાવી ગરમ કે ઠંડી પીરસો

Notes

તમે ચણા દાળ, મગ દાળ માંથી પણ આજ રીતે વેઢમી બનાવી શકો છો
મીઠું નાખવું બિલકુલ ઓપ્શનલ છે
પુરાણ માં ડ્રાય ફ્રુટ પીસી ને પણ નાખી શકાય
લોટ બાંધતી વખતે વરિયાળી અધ કચરી કરેલી પણ નાખી શકો છો એનાથી પણ સ્વાદ સારો લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો