સૌ પ્રથમ એક પેઈન માં આશરે ૪ ચમચી જેટલું તેલ લઇગરમ કરવું , ત્યારબાદ તેમાં રાઈ ,જીરું ,હિંગ અને મીઠા લીમડા ના થોડા પાન નાખીસાંતળી લેવું .
ત્યારબાદ તેમાં એક સમારેલી ડુંગળી નાખવી અનેતેને થોડીવાર સાંતળી લેવું . હવે તેમાં આદુ અને લસણ પેસ્ટ નાખવી અને એક લીલુંસમારેલું મરચું નાખી મિક્સ કરી લેવું .
એટલું સાંતળી લીધા પછી તેમાં અડધી ચમચી જેટલીહળદર ,એક ચમચી લાલ મરચું પાવડર , અડધીચમચી ધાણા પાવડર નાખી મિક્સ કરી લેવું .
હવે તેમાં એક કપ પાણી અને એક કપ જેટલું જેરેલુંદહીં નાખી તેને બરાબર મિક્સ કરી ચડવા દેવું , ત્યાં સુદી બીજી બાજુ એક મોટી સાઈઝનો પાપડ લઇ તેને શેકી લેવો .
પાપડ બંને બાજુ થી બરાબર શેકી લીધા બાદ તેને શાકમાં ટુકડા કરી ને નાખવું અને બરાબર મિક્સ કરી લેવું , ત્યારબાદ તેમાં પા ચમચીજેટલું મીઠું નાખી બે મિનીટ માટે ઢાંકી ને ચડવા રાખવું .
બે મિનીટ પછી તેમાં એક ચમચી જેટલી કસુરી મેથીમસળી ને નાખવી અને ૨ ચમચી જેટલી સમારેલી કોથમરી નાખી મિક્સ કરી લેવું તો તૈયાર છેસર્વ કરવા માટે દહીં અને પાપડ નું મજેદાર અને ટેસ્ટી શાક .