એક કડાઈ માં તેલ ને એક બે ચમચી માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં જીરું, તજનો ટુકડો, લવિંગ, મરી ને એલચી નાખો ને મિક્સ કરો હવે એમાં ડુંગરી,લીલા મરચા ને લસણ આદુ નાખી મિક્સ કરો ને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુંધી શેકો
હવે એમાં સુધારેલા ટમેટા નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં કાજુ નાખી ફરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો
હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી ચાર પાંચ મિનિટ હલાવતા થી ને શેકી લ્યો
હવે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો ને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઇ પીસીને પેસ્ટ બનાવી લ્યો જો જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી પાણી નાખી પીસી લ્યો
હવે ગેસ પર એજ કડાઈમાં એક બે ચમચી માખણ ને ગરમ કરો એમાં પીસેલી ગ્રેવી નાખો ને અડધો કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ઉકાળો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં ગરમ મસાલો, કસુરી મેથી નાખી બરોબર મિક્સકરી લ્યો ગ્રેવી બરોબર ઉકળી જાય ને થોડી ઘટ્ટ થાય એટલે છેલ્લે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરો ને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો