નમસ્તે મિત્રો If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube આજે આપણે મલાઈ કોફતા બનાવવાની રીત શીખીશું. પંજાબી શાક માં સૌથી વધુ ખવાતું શાક છે મલાઈ કોફતા ની રીત જે રોટી, નાન કે કુલચા સાથે સર્વ થતું હોય છે આજ આપણે હોટલમાં મળતા મલાઈ કોફતા કરતા પણ ટેસ્ટી ને સોફ્ટ મલાઈ કોફતા ઘરે બનાવવાની રીત શીખીશું ઘરે બનાવવા થોડી મહેનત કરવી પડશે પણ બન્યા પછી ઘરના બધાજ તમારા વખાણ કરશે એ સાંભળ્યા પછી મહેનત સફળ થઈ નો અનુભવ કરશો તો ચાલો જોઈએ મલાઈ કોફતા ની રેસીપી malai kofta recipe in gujarati , malai kofta banavani rit , malai kofta banavani recipe.
મલાઈ કોફતા કરી – ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | malai kofta kari banavani rit
- ડુંગરી 2 સુધારેલ
- ટમેટા 3-4 સુધારેલ
- કાજુ 20-25
- લસણ ની કણીઓ 3-4
- આદુ નો ટુકડો 1 નાનો
- લીલા મરચા 2-3 સુધારેલ
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ¼ ચમચી
- ખાંડ 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- કસુરીમેથી 1 ચમચી
- તજ નો ટુકડો નાનો 1
- લવિંગ 1-2
- મરી 2-3
- એલચી 2
- જીરું 1 ચમચી
- લીલા ધાણા 2-3 ચમચી
- તેલ 2 ચમચી
- માખણ 3-4 ચમચી
- ક્રીમ ¼ કપ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
કોફતા બનાવવા માટેની સામગ્રી | kofta banava jaruri samgri
- બાફેલા બટાકા 2-3
- પનીર 200 ગ્રામ
- લીલા મરચા 1-2 ઝીણા સુધારેલા
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- કોર્ન ફ્લોર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- કાજુ ના ટુકડા 1 ચમચી
- કીસમીસ 1 ચમચી
- તરવા માટે તેલ
મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati
સૌ પ્રથમ આપને તેની કરી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ કોફતા બનાવવાની રીત શીખીશું.
મલાઈ કોફતા કરી બનાવવાની રીત | malai kofta kari banavani rit
એક કડાઈમાં તેલ ને એક બે ચમચી માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં જીરું, તજનો ટુકડો, લવિંગ, મરી ને એલચી નાખો ને મિક્સ કરો હવે એમાં ડુંગરી, લીલા મરચા ને લસણ આદુ નાખી મિક્સ કરો ને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુંધી શેકો
હવે એમાં સુધારેલા ટમેટા નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં કાજુ નાખી ફરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો
હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી ચાર પાંચ મિનિટ હલાવતા થી ને શેકી લ્યો
ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો ને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઇ પીસી ને પેસ્ટ બનાવી લ્યો જો જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી પાણી નાખી પીસી લ્યો
હવે ગેસ પર એજ કડાઈમાં એક બે ચમચી માખણ ને ગરમ કરો એમાં પીસેલી ગ્રેવી નાખો ને અડધો કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ઉકાળો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં ગરમ મસાલો, કસુરી મેથી નાખી બરોબર મિક્સ કરી લ્યો ગ્રેવી બરોબર ઉકળી જાય ને થોડી ઘટ્ટ થાય એટલે છેલ્લે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરો ને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો
કોફતા બનાવવાની રીત | kofta banavani rit
એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી લ્યો એમાં પનીર ને છીણી ને નાખો હવે એમાં સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા , લીલા ધાણા સુધારેલા ને કોર્ન ફ્લોર નાખી બધું બરોબર મિક્સ કરો
હવે જે સાઇઝ ના કોફતા કરવા હોય એટલું મિશ્રણ લ્યો એનો ગોળ ગોલી બનાવો ને હથેળીમાં સેજ દબાવી દયો વચ્ચે કાજુ નો ટૂંકો ને કીસમીસ મુકો પછી બધી બાજુ થી બંધ કરી ફરી ગોળ ગોલી બનાવી લ્યો આમ બધા કોફતા તૈયાર કરી લ્યો
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો ને ગેસ ને મિડીયમ તાપે કરી એમાં તૈયાર કરેલા કોફતા નાખો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા
હવે એક એક પ્લેટ માં પહેલા તૈયાર કરેલ ગ્રેવી નાખો ઉપર તૈયાર કોફતા મૂકો ને ફરી થોડી ગ્રેવી કોફતા પર મૂકી ઉપર ક્રીમ ને લીલા ધાણા થી ગાર્નિશ કરી રોટી, નાન કે કૂલચા સાથે ગરમ ગરમ સર્વ કરો મલાઈ કોફતા
Malai kofta recipe notes
- જો તમારે તીખા મલાઈ કોફતા ખાવા હોય તો ગ્રેવી માં ખાંડ ના નાખવી
- ગ્રેવી ને વધુ સમુથ કરવી હોય તો મિક્સર માં પીસી લીધા બાદ એને ચારણી કે ગરણી માં ગારી લેવી
મલાઈ કોફતા ની રેસીપી | malai kofta banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર HomeCookingShow ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
malai kofta banavani recipe | મલાઈ કોફતા ની રીત
મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta banavani rit | malai kofta recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મલાઈ કોફતા કરી – ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | malai kofta kari banavani rit
- 2 સુધારેલ ડુંગરી
- 3-4 સુધારેલ ટમેટા
- 20-25 કાજુ
- 3-4 લસણની કણીઓ
- 1 નાનો આદુનો ટુકડો
- 2-3 સુધારેલ લીલા મરચા
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- 2 ચમચી ખાંડ
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કસુરી મેથી
- 1 નાનો તજ નો ટુકડો
- 1-2 લવિંગ
- 2-3 મરી
- 2 એલચી
- 1 ચમચી જીરું
- 2-3 ચમચી લીલા ધાણા
- 2 ચમચી તેલ
- 3-4 ચમચી માખણ
- ¼ કપ ક્રીમ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
કોફતા બનાવવા માટેની સામગ્રી | kofta banava jaruri samgri
- 2-3 બાફેલા બટાકા
- 200 ગ્રામ પનીર
- 1-2 ઝીણા સુધારેલા લીલા મરચા
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી કોર્ન ફ્લોર
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી કાજુના ટુકડા
- 1 ચમચી કીસ મીસ
- તરવા માટે તેલ
Instructions
મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati | malai kofta banavani rit
- સૌ પ્રથમ આપને તેની કરી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ કોફતા બનાવવાની રીત શીખીશું.
મલાઈ કોફતા કરી બનાવવાની રીત | malai kofta kari banavani rit
- એક કડાઈ માં તેલ ને એક બે ચમચી માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં જીરું, તજનો ટુકડો, લવિંગ, મરી ને એલચી નાખો ને મિક્સ કરો હવે એમાં ડુંગરી,લીલા મરચા ને લસણ આદુ નાખી મિક્સ કરો ને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુંધી શેકો
- હવે એમાં સુધારેલા ટમેટા નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં કાજુ નાખી ફરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો
- હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી ચાર પાંચ મિનિટ હલાવતા થી ને શેકી લ્યો
- હવે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો ને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઇ પીસીને પેસ્ટ બનાવી લ્યો જો જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી પાણી નાખી પીસી લ્યો
- હવે ગેસ પર એજ કડાઈમાં એક બે ચમચી માખણ ને ગરમ કરો એમાં પીસેલી ગ્રેવી નાખો ને અડધો કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ઉકાળો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં ગરમ મસાલો, કસુરી મેથી નાખી બરોબર મિક્સકરી લ્યો ગ્રેવી બરોબર ઉકળી જાય ને થોડી ઘટ્ટ થાય એટલે છેલ્લે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરો ને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો
કોફતા બનાવવાની રીત | kofta banavani rit
- એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી લ્યો એમાં પનીર ને છીણી ને નાખો હવે એમાં સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા , લીલા ધાણા સુધારેલા ને કોર્ન ફ્લોર નાખી બધું બરોબર મિક્સ કરો હવે જે સાઇઝના કોફતા કરવા હોય એટલું મિશ્રણ લ્યો એનો ગોળ ગોલી બનાવો ને હથેળીમાં સેજ દબાવી દયો વચ્ચે કાજુ નો ટૂંકો ને કીસમીસ મુકો પછી બધી બાજુ થી બંધ કરી ફરી ગોળ ગોલી બનાવી લ્યો આમ બધા કોફતા તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો ને ગેસ ને મિડીયમ તાપે કરી એમાં તૈયાર કરેલા કોફતા નાખો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા
- હવે એક એક પ્લેટ માં પહેલા તૈયાર કરેલ ગ્રેવી નાખો ઉપર તૈયાર કોફતા મૂકો ને ફરી થોડી ગ્રેવી કોફતા પર મૂકી ઉપર ક્રીમ ને લીલા ધાણા થી ગાર્નિશ કરી રોટી, નાન કે કૂલચા સાથે ગરમ ગરમ સર્વ કરો મલાઈ કોફતા
malai kofta recipe notes
- જો તમારે તીખા મલાઈ કોફતા ખાવા હોય તો ગ્રેવી માં ખાંડ ના નાખવી
- ગ્રેવી ને વધુ સમુથ કરવી હોય તો મિક્સર માં પીસી લીધા બાદ એને ચારણી કે ગરણી માં ગારી લેવી
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati | methi matar malai banavani rit
પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza recipe in Gujarati
છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit| chole bhature recipe in gujarati
દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.