સૌ પ્રથમ મમરા ને ચારણી થી ચારી ને સાફ કરી લ્યો ત્યાર બાદ થોડી વાર તડકામાં તપાવી લેવા અથવા કડાઈ માં ધીમા તાપે હલાવતા થી શેકી લેવા જેથી એમાં રહેલ ભેજ નીકળી જાય
હવે લસણ ની કણીઓ ને છોલી સાફ કરી લેવી અને પાણી માં ધોઇ કોરા કપડામાં કાઢી પાણી ના રહે એમ સાવ કોરી કરી લેવી
કોરી લસણ ની કણીઓ ને ખંડણી માં લઇ એમાં લાલ મરચાનો પાઉડર નાખી ધાસ્તા થી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો અથવા મિક્સર જારમાં લઈ અધ કચરી પીસી લો
હવે ગેસ પર સાવ ધીમા તાપે એક કડાઈમાં તેલ ગરમ મૂકો અને એમાં લસણ મરચા ની જે પેસ્ટ બનાવી મુકેલી હતી એ નાખો ને પેસ્ટ ને તેલમાં બરોબર મિક્સ કરી શેકો લસણ શેકાઈ જવાની સુગંધ આવે એટલે એમાં મમરા નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને બે મિનિટ શેકો
મમરા અને લસણ ની પેસ્ટ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બેસન ની સેવ નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકો હવે ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે લસણિયા સેવ મમરા
લસણિયા સેવ મમરા ને ગરમ ગરમ ખાઈ શકો છો કે પછી ડુંગરી સાથે ખાઈ શકો છે અથવા બિલકુલ ઠંડા કરીને પંદર વીસ દિવસ સુંધી એર ટાઇટ ડબ્બામાં ભરી જ્યારે ખાવા હોય ત્યારે ખાઈ શકો છો ને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો