શ્રીખંડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં લટકાવેલ દહી લ્યો એને હાથથી અથવા ચમચા થી બરોબર મિક્સ કરો
જો તમે દહી બજારનું ના વાપરવું હોય તો ઘરે એક કિલો ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરો ત્યાર બાદ નવશેકું રહે એટલે એમાં એક ચમચી દહીં નું મેરવાણનાખી પાંચ છ કલાક દહી જમવા મૂકો
દહી જામી જાય એટલે એક કોટન ના કપડામાં નાખી બાંધી ને ચારણી પર મૂકો ને ચારણી તપેલી પર મૂકી દયો ને આ તપેલી ને ફ્રીઝ માં5-6 કલાક મૂકી દયો આમ ફ્રીજમા મૂકવાથી દહી નું પાણી પણ નીતરી જસે નેદહી ઠંડુ પણ થઈ જશે
એક વાટકામાં એક બે ચમચી ગરમ દૂધ લ્યો એમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરી કેસર વાળુ દૂધ તૈયાર કરવું
હવે એમાં પીસેલી ખાંડ નાખો ને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો ખાંડ બરોબર ઓગળી જાય એટલે એક ઝીણી ચારણી માં મૂકી ચમચા વડે દબાવીચારી લ્યો (આમ કરવાથી દહી સમૂથ બની જસે
હવે એમાં દૂધમાં પલાળેલી કેસર નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં કાજુની કતરણ, પીસ્તા કતરણ,બદામ કતરણ ને ચારવલી નાખી બરોબર મિક્સ કરો
છેલ્લે એમાં એલચી પાઉડર ને તજ પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ત્રણ ચાર કલાક ફ્રીઝ માં મૂકો ને ઠંડુ થવા દયો શ્રીખંડ ઠંડુ થાય એટલે ઉપર થી કાજુ બદામ પિસ્તાની કતરણ છાંટી ઠંડુ ઠંડુ સર્વ કરો