Go Back
+ servings
પનીર ટીકા મસાલા - પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત - paneer tikka masala recipe in gujarati - paneer tikka masala banavani rit

પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત | paneer tikka masala recipe in gujarati |- paneer tikka masala banavani rit

 આજે આપણે પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત - paneer tikka masala banavani rit શીખીશું. પનીર નું નામ આવતાં જ આપણે પંજાબી શાક ને વાનગીઓ યાદ આવે કેમ કે વધારે પડતું પનીર પંજાબી વાનગીઓ બનાવવા વપરાય છે આજ આપણે એવું જ એક પંજાબી શાક પનીર ટિક્કા મસાલાબનાવવાની રીત paneer tikka masala recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પનીરને કોટીંગ કરવા માટેની સામગ્રી | paneer ne coating krva jaruri samgri

  • 250 ગ્રામ પનીર
  • 1 ડુંગરી
  • 1 કેપ્સીકમ
  • 1 કપ ટિંગાડેલું દહી
  • 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલમરચા નો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • 2 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી શેકેલો બેસન
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

પનીરટીકા ની ગ્રેવી માટેની સામગ્રી | paneer tika gravy ingredients

  • 2-3 ચમચી તેલ
  • તજ નો ટુકડો 1 નાનો
  • 2-3 લવિંગ
  • 1-2 એલચી
  • 1 ચમચી આખા  સૂકા ધાણા અઘ્ધ કચરા કરેલ
  • 1 ચમચી જીરું
  • ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ½ કપ બ્રાઉન ડુંગરી પેસ્ટ
  • 4 ટમેટા ની  પ્યુરી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 4-5 ચમચી ફ્રેશ ક્રીમ /મોરું દહી
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત- paneer tikka masala recipe in gujarati - paneer tikka masala banavani rit

  • સૌ પ્રથમ આપણે પનીર ને કોટિંગ કરતા શીખીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવવાની રીત શીખીશું

પનીર ને કોટિંગ કરવા ની રીત - paneer coating karvani rit

  • સૌ પ્રથમ પનીર લ્યો એના એક સરખા ટુકડા કરી લ્યો ને ડુંગરી ના પણ મોટા મોટા ટુકડા કરી લ્યો ને કેપ્સીકમ ના પણ મોટા મોટા ટુકડા કરી લ્યો
  • હવે એક મોટી તપેલી માં ટિંગાડેલું દહી લ્યો એમાં આદુ લસણ ની પેસ્ટ, હાથથી મસડેલો અજમો,લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાઉડર,મરી પાઉડર, હળદર, ગરમ મસાલો,ચાર્ટ મસાલો, કસુરી મેથી, લીલા ધાણા સુધારેલા, લીંબુ નો રસ ,શેકેલા બેસન નો લોટ ને સ્વાદ મુજબ મીઠું નાખી બધું બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં તેલ નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં પનીર ના ટુકડા , ડુંગરી ના કટકા ને કેપ્સીકમ ના કટકા નાખી હળવે હાથે બધા ને બરોબર મિક્સ કરોને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો
  • અડધા કલાક બાદ ફરી એક વાર મિક્સ કરો ને એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરો ને એમાંમેરિનેટ કરેલ પનીર ,કેપ્સીકમ ને ડુંગરી નાખી ને બધી બાજુ થી મિડીયમ તાપે ગોલ્ડન શેકી લ્યો

પનીર ટીકા મસાલા ની ગ્રેવી બનાવવાની રીત | paneer tikka masala ni gravy banavani rit

  • એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તજ નો ટુકડો, લવિંગ, એલચી નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં આદુ લસણી ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ શેકો હવે એમાં બ્રાઉન ડુંગરી પેસ્ટ નાંખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લ્યો
  • હવે એમાં ટમેટા ની પ્યુરી ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછી ગ્રેવી ને બરોબર મિક્સ કરો ને ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુંધી શેકી લેવી હવે એમાં ગરમ મસાલો , કસુરી મેથી ને ક્રીમ (ક્રીમ ની જગ્યાએ દહી પણ નાખી શકોછો ) નાખી મિક્સ કરો ને એમાં શેકી રાખેલ પનીર , કેપ્સીકમ ને ડુંગરી નાખી  હલકા હાથે ચમચા થી મિક્સ કરો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો
  • ગ્રેવીમાં પનીર , ડુંગરી ને કેપ્સીકમ નાખ્યા બાદ એક મિનિટ જ ચડાવવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

paneer tikka masala recipe in gujarati notes

  • બ્રાઉન ડુંગરી પેસ્ટ  બનાવવા માટે પાંચ છ ડુંગરી ને છોલી ને લાંબી જીની સુધારી લ્યો ને ત્યાર બાદ બે ત્રણ ચમચી તેલ કડાઈમાં ગરમ કરી એમાં સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ધીમા તાપે શેકવા દયો જ્યાં સુંધી ડુંગરી બ્રાઉન થાય ત્યાં સુધી ત્યાર બાદ ઠંડી કરી પીસી લ્યો તૈયાર બ્રાઉન ડુંગરી પેસ્ટ
  • તમે સાદી ડુંગરી ની પેસ્ટ પણ વાપરી શકો છો
  • બેસન હમેશા શેકીને જ નાખવો

Notes

 
 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો