સૌ પ્રથમ એક વાટકામાં કોર્ન ફ્લોર અને દૂધ પાઉડર લ્યો એમાં રૂમ ટેમ્પ્રેચેર વાળુ દૂધ અડધો કપનાખી ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર બાકી રહેલ દૂધ ને એક કડાઈમાં લઈ ગેસ પર ગરમ કરો ને ઉકાળો દૂધ ઉકળી ને પોણા ભાગનુંરહે ત્યાં સુધી ઉકાળો (જો સમય હોય તો ફૂલ તાપે હલાવતા રહી ઉકાળો નહિતર ધીમા તાપે ઉકળવા દેવું ને વચ્ચેવચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ નીચે તરિયામાં ચોંટી ને બરી ન જાય)
દૂધ ઉકળી ને પોણું ભાગનું રહે એટલે એમાં વાટકામાં તૈયાર કરેલ કોર્ન ફ્લોર ને દૂધ પાઉડરવાળુ દૂધ ને ચમચાથી બરોબર હલાવી ને ઉકળતા દૂધમાં નાખી બરોબર મિક્સ કરો
ત્યારબાદ એની સાથે ખાંડ , બટરસ્કોચ એસેંસ (ઓપ્શનલ છે ન હોય તો વેનીલા એસેન્શ પણચાલે) અને પીળો ફૂડ કલર નાખી ને હલાવતા રહી દસ થી પંદર મિનિટ સુંધી ઉકાળો(દૂધ માંનાખેલ કોર્ન ફ્લોર બરોબર ચડી જાય એ માટે દૂધ ને હલાવતા રહી ઓછામાં ઓછું દસ મિનિટ તોચડાવું) દૂધ ઘટ્ટ થાયએટલે ગેસ બંધ કરી કડાઈ ને નીચે ઉતરી ઠંડુ થવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો
દૂધ બિલકુલ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ઉપર સિલ્વર પેપર કે પ્લાસ્ટિક થીબરોબર પેક કરી ઉપર ઢાંકણ બંધ કરી ફ્રિજર માં પાંચ છ કલાક જમાવા મૂકો