રીંગણને બટાકા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ નાના કટકા કરી લ્યો
ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને તમાલપત્ર નાખી મિક્સ કરીજીરું તતડે એટલે એમાં લસણ ના કટકા /પેસ્ટ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા ના કટકા નાખી ધીમાતાપે પાંચ સાત મિનિટ શેકો
બટાકા શેકાઈ થોડા ગોલ્ડન થાય એટલે તેમાં સુધારેલ રીંગણા ના કટકા નાખો ને બને ને ધીમા તાપેશેકી ને ચડવા દયો બને ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો
ત્યાર પછીના એમાં સ્વાદ મુજબ મીઠું,ધાણા જીરું પાઉડર અને તૈયાર કરેલ ગરમ મસાલો ને આમચૂર પાઉડર નાખીને મિક્સકરો ને બીજી પાંચ મિનિટ થોડી થોડી વારે હલાવતા રહો ને ધીમે તાપે ચડાવો
બટાકાને રીંગણ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી છેલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રોટલી પરાઠા સાથે સર્વ કરો રીંગણા બટાકાનું શાક