કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી બનાવવા સૌપ્રથમ કેરી ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો
હવે ગેસ પર એક કળા પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકો એના પર ચારણી મૂકી સાફ કરેલી કેરીને એમાં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી બાફી લેવી
કેરી બરોબર બાફી લીધા બાદ ગેસ બંધ કરી કેરી ને બહાર કાઢી ઠંડી થવા દયો કેરી ઠંડી થાય એટલે એની છાલ ને ગોટલી થી અલગ કરી લ્યો
હવે એક મિક્સર જાર કેરી નો પલ્પ, ફુદીના ના પાન, ખાંડ અને સંચળ નાખી એક વાર પીસી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી એક વાર પીસી લ્યો
હવે તૈયાર મિશ્રણ ને કુલ્ફી મોલ્ડ માં અથવા પેપર કપ માં નાખો ઉપર સિલ્વર પેપર થી અથવા પ્લાસ્ટિકથી પેક કરો ને વચ્ચે ચાકુ થી નાનો કાપો મરી આઇસક્રીમ સ્ટીક મૂકી ફ્રીઝર માં સાત આઠ કલાક કે આખી રાત જમવા મૂકો
કેન્ડી બરોબર જામી જાય એટલે ડીમોલ કરી મજા લ્યો કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી