કાચી કેરીનો મુરબબો બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરી કરી લેવી
હવે કેરી ને છોલી લ્યો ને કેરી ના કટકા કરી ગોટલીથી અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં કેરીના કટકા ખાંડ નાખી મિક્સ કરો ને એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી મિડિયમ તાપે હલાવતા રહો ને કેરી ને ચડાવો જ્યારે કરી ટ્રાન્સફરન્ટ દેખાવા લાગેને ખાંડ ને બે આંગળી વચ્ચે મૂકી બને આંગળી ને અલગ કરતા એક તાર બનવા લાગે ત્યાં સુધી ચડવવો
ખાંડ ની ચાસણી એક તાર ની બને એટલે ગેસ બંધ કરી એમાં કેસરના તાંતણા, એલચી પાઉડર અથવા એલચી દાણાઅને મીઠું નાખી મિક્સ કરો (જો તમારે જયા પાર્વતી ના વ્રત કે મોરાકાતમાં ખાવો હોય તો ના નાખવું)
હવે તૈયાર મિશ્રણ ને એક દિવસ કે રાત ઠંડુ થવા મૂકો ત્યાર બાદ એર ટાઈટ બરણીમાં ભરી ને મૂકોને થેપલા, પરાઠા,રોટલી સાથે મજા લ્યો કાચી કેરીનો મુરબબો