ગરમ મસાલો બનાવવા સૌપ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈ લ્યો એને ધીમા તાપે ગેસ પર ગરમ કરવા મૂકો હવે એમાં આખા ધાણા ને હલાવતા રહી3-4 મિનિટ સુધી શેકો ધાણા શેકાઈ જાય એટલે એક મોટા વાસણમાં કાઢી ઠંડાથવા દયો
હવે એજ કડાઈમાં જીરું ને શાહી જીરું નાખી2-3 મિનિટ સુંધી ધીમા તાપે શેકી લ્યો જીરું બરોબર શેકાઈ જાય એટલે એને શેકેલા ધાણા સાથે એક બાજુ કાઢી ઠંડા થવા દયો
હવે પાછી એજ કડાઈમાં મરી ને સૂકા લાલ મરચા નાખી ને ચમચા થી હલાવી ને 2-3 મિનિટ શેકો ને એને પણ ધાણાસાથે કાઢી ઠંડા થવા દયો
હવે એજ કડાઈમાં તજના ટુકડા, તમાલપત્ર, મોટી એલચી, એલચી,લવિંગ, વરિયાળી, જાયફડ,જાવેત્રી નાખી ધીમા તાપે 4-5 મિનિટ હલાવતા રહીશેકો બધી જ સામગ્રી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો એક વાસણમાં કાઢી ઠંડી થવા દયો(જો તમે સૂંઠ ની જગ્યાએ આદુ સુકાયેલ લેતા હો તો અહી શેકવામાં આદુ નોએ ટુકડો પણ નાખી દેવો જેથી એ પણ શેકાઈ જાય)
હવે જે કડાઈ થોડી ગરમ છે એમાં હળદર નાખી એક મિનિટ હલાવી શેકી લ્યો ને શેકેલી હળદરને બીજા મસાલા સાથે ઠંડી કરવા મૂકો
બધા મસાલા ને ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં લ્યો ને સાથે સુઠ પાઉડર નાખતાહો તો એ નાખો ને પીસી ને ગરમ મસાલો તૈયાર કરી લ્યો તમે ચાહો તો ગરમ મસાલા ને ચારણી થી એક વાર ચારી શકો છો
તૈયાર ગરમ મસાલો તમે6-8 મહિના સુધી સાચવી શકો છો તો તૈયાર છે બધાજ શાક ને દાળમાં નાખી શકો એવો ગરમ મસાલો