સૌ પ્રથમ બધી જ કેરી ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડાથી લૂછી કોરી કરી લ્યોને પાંચ મિનિટ સુકાવા દયો (ધ્યાન રાખવું કે પાણી બિલકુલ ન રહે)
કેરી સાવ કોરી થઈ જાય એટલે ચાકુ થીતેના મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા ને ચોખા કોરા કપડા પર જ્યાં તડકો આવતો હોયકે હવા આવતી હોય ત્યાં ચાર પાંચ કલાક સુધી સૂકવી લ્યો
મિક્સર જાર માં જો રાઈ લ્યો તો એને પીસી એક વાસણમાં કાઢી લ્યો ને વરિયાળી ને અદ્ધ કચરી પીસીને વાસણમાં કાઢી લ્યો
હવે એક મોટા વાસણમાં રાઈના કુરિયા, અધ્ધ કચરી પીસેલી વરિયાળી, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,હળદર અને મીઠું નાખો ને બસો ગ્રામ જેટલું સરસિયું તેલ થોડું થોડું નાખતાજઈ મસાલો મિક્સ કરતા જાઓ બધું તેલ બરોબર મિક્સ થઈ જાય એટલે તેમાં સુકાયેલ કેરીના ટુકડા નાખી ને મિક્સકરો (બધાજ ટુકડા પર મસાલો લાગે એમ મિક્સ કરવું)
હવે ગેસ પર એક કડાઈમાં સો થી બસો ગ્રામજેટલું તેલ ગરમ કરો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને પાંચ મિનિટ ઠંડુ થવા દયો પાંચ મિનિટ પછી એમાં હિંગ નાખો
હવે હિંગ વાળા તેલ ને સાવ ઠંડુ થવા દયો એક વાર તેલ સાવ ઠંડુ થાય એટલે તેલ ને કેરી ને મસાલામાં નાખી બરોબર મિક્સ કરી નાખો
હવે ચિનાઈ માટી ની જાર અથવા કાંચ ની જાર સાફ ને કોરી જાર લ્યો એમાં પહેલા થોડું આશરે પચાસ ગ્રામ જેટલું સરસિયું તેલ નાખો ને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ અથાણું નાખો અથાણાં થી જાર પોણી ભરો ત્યાર બાદ એના પર ફરી પચાસ થી સો ગ્રામ તેલ નાખો ને જાર પર ઢાંકણ ઢાંકી દેવું ને ઉપર કોટન નું કપડું બાંધી દેવું
અથાણાંની જાર ને દિવસ માં એક બે વાર બરોબર મિક્સ કરી ઉપર નીચે કરવું અથવા કોરા ચમચાથી મિક્સ કરવું આમ સાત આઠ દિવસ સુધી રોજ કરવું ત્યાર બાદ અથાણું તૈયાર થઈ જસે જેને તમે ખાઈ શકોને સાચવી પણ શકશો