છાશ નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં જીરું, આખા ધાણા, લવિંગ , મરી, અજમો નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો બધા મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો
હવે શેકેલા મસાલામાં શાહી જીરું,હિંગ, સૂકા ફુદીના ના પાન, સંચળ ને મીઠું નાખી બરોબરમિક્સ કરો ને બે મિનિટ હલાવતા રહો હવે શેકેલા મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો
શેકેલામસાલા બિલકુલ ઠંડો થઈ જાય એટલે મિક્સર જારમાં લઇ પીસી લ્યો ને પીસેલા મસાલા ને એર ટાઈટડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે છાશનો મસાલો
એક ગ્લાસ છાશ લ્યો એમાં એક ચમચી તૈયાર કરેલ મસાલો , ચમચી લીલા ધાણા સુધારેલા ને બરફના ટુકડા નાખી મિક્સ કરો ને તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા છાશ.