સૌ પ્રથમ ગોવાર ને ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના હાથ થી કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કૂકરમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું ને હિંગ નાખો રાઈ તતડે એટલે એમાં અજમો નાખો ત્યાર બાદ કટકા કરેલ ગોવાર નાખી ને ચમચાથી મિક્સ કરો હવે એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ને પાંચ મિનિટ શેકો
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર ને ગોળ નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં તૈયાર કરેલી ઢોકળી નાખો ને દોઢ થી બે કપ જેટલું પાણી નાખો ને મિક્સ કરી લ્યો
ઢોકળી નાખ્યા બાદ કુકરનું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે થી ત્રણ સીટી થવા દયો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી નાખી ને કુકર માંથી હવા નીકળવા દેવી કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને ચમચાથી મિક્સ કરો ને ફરી ગેસ ચાલુ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરો ને ગરમ ગરમ ઉપર થી એક ચમચી ઘી નાખી સર્વ કરો