ટિંડોડાનું શાક બનાવવા સૌપ્રથમ ટિંડોડા ને ઉપર નીચેની દાડી ને કાપી લ્યો ને એક બાજુ બે ઊભાકાપા અડધે સુધી કરી ને પાણીમાં નાખતા જાઓ
બધા ટિંડોડા માં કાપા કરી લીધા બાદપાણી માં બરોબર ઘસી ને સાફ કરી લ્યો ત્યાર બાદ હાથ થી દબાવી ને પાણી નિતારી લઈ અલગ થાળી માં કાઢી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ટિંડોડા નાખી નેશેકો ને પા ચમચી જેટલુ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ચડાવો
વચ્ચે વચ્ચે બે બે મિનિટ એ ચમચાથી હલાવતા રહેવું ને ટિંડોડા60% થી 70 % સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એને એકવાસણમાં કાઢી લ્યો
હવે એજ તેલમાં સૌ પ્રથમ જીરું નાંખી તતાડવો ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાન નાખો ને એમાંઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકો ડુંગરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
ત્યારબાદ એમાં આદુ લસણની પેસ્ટ ને લીલા મરચા સુધારેલઅને એક ચમચી બેસન નાખી મિક્સ કરી લ્યો બેસન ને બે મિનિટ શેકો
ત્યારબાદ એમાં ધાણા જીરું પાઉડર, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને હવે એમાં ઝીણા સુધારેલાટમેટા નાખી શેકો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં શેકી રાખેલ ટિંડોડા નાખી મિક્સકરી લ્યો
ત્યાર બાદ એમાં ક્રીમ અથવા દહી અનેપાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ સુધી ઢાંકી ને ચડવા દો છેલ્લે એમાં કસૂરી મેથી હાથથી મસળી નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો તો તૈયાર છે ટિંડોડાનું શાક