ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મરી, તજનો ટુકડો, લવિંગ, તમાલપત્ર ને મોટી એલચી નાની એલચી નાખી એક મિનિટ સાંતળો
હવે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ને ડુંગરી નરમ થાય એટલે એમાં લસણ ની કણી, આદુનો કટકો નાખી મિક્સ કરો ને એક બે મિનિટ સુધી ચડવા દો
ત્યાર બાદ એમાં કાજુ નાખી મિક્સ કરીલ્યો ને હવે એમાં સુધારેલ ટમેટા ને લીલા ધાણા ,લીલા મરચા નાખી સાથે સ્વાદ મુજબ મીઠુંને હળદર નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો
સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ગ્રેવી માંથી તજ નો ટુકડો ને તમાલપત્ર કાઢી નાખી ઠંડુ થવા દયો ત્યાર બાદ મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને પીસેલી ગ્રેવીને ગારી લ્યો ને એક બાજુ મૂકો
હવે પછી એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર,હળદર ને પા કપ પાણીમાં પલાળી એક બાજુ મૂકો
ગ્રેવી શેકી એજ કડાઈમાં બીજું બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં પલાળી મૂકેલ મસાલા નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ગારી રાખેલ ગ્રેવી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો
ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ને સાથે સ્વાદ અનુસાર મીઠું, ખાંડ,હાથ થી મસળી ને કસુરી મેથી ને મલાઈ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખોને એમાં તરેલાં બટેકા ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ઢાંકી ને રાખી દયો
દસ મિનિટ પછી દમ આલુને બરોબર મિક્સ કરી રોટલી, નાન, કુલ્ચા સાથે સર્વ કરો દમ આલુ