રગડા પુરી બનાવવા સૌપ્રથમ સફેદ વટાણા ને સાફ કરી બે ત્રણ વખત પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદએમાં બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક અથવા આખી રાત પલળવા મૂકો
સાત કલાક પછી વટાણા નું પાણી નિતારી નાખો ને વટાણા ને કૂકરમાં નાખી દયો સાથે બટેકા ને છોલીને કટકા કરી નાખો ત્યાર બાદ એમાં ત્રણ કપ પાણી નાખો ને સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખીકુકર બંધ કરી ધીમા તાપે ત્રણ ચાર સીટી કરી લ્યો
ચાર સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકરખોલી ને મેસર કે ચમચા વડે થોડું થોડું મેસ કરી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદએમાં હિંગ નાખી મિક્સ કરો
હવે એમાં લીલા મરચા સુધારેલા નાખો ને સાથે સુધારેલી ડુંગળી ને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ડુંગરી શેકાઈ જાય એટલે એમાં સુધારેલા ટમેટા નાખી મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખી હલાવી લ્યો ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડવા દયો
ટમેટા બરોબર ચડી જાય ને સાવ ગરી જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર ને ગરમ મસાલોનાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલા વટાણા નાખી મિક્સ કરી લ્યોને પા કપ પાણી નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો ને લીંબુ નો રસ નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી લીલા ધાણા સુધારેલા નાખો ને મિક્સ કરો ને ગેસ બંધકરો ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો ઉપર લીલા ધાણા સુધારેલા છાંટો ને ચાર્ટ મસાલો છાંટીનાખો
હવે રગડા પુરી બનાવવા પાણીપૂરી ની પૂરી લ્યો એમાં હોલ કરો ને ગરમ ગરમ રગડા ને ચમચી થી એમાંભરી લ્યો ને એ ભરેલી રગડા પુરી ને પાણી પુરીના પાણીમાં બોળી ને મજા લ્યો રગડા પુરી