વાલ નું શાક બનાવવા સૌપ્રથમ વાલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ લ્યો ને એકથી દોઢ કપ પાણી નાખી સાત આઠ કલાક અથવા આખી રાત પલાડી રાખો
વાલ આઠ કલાક સુધી પલળી જાય એટલે એનું પાણી નિતારી નાખો ને નિતારેલ વાલ ને કૂકરમાં નાખી એમાં બે કપ પાણી સ્વાદ મુજબ મીઠુ ને અડધી ચમચી હળદર નાખી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે પાંચ છ સીટી વગાડી લ્યો પાંચ સીટી પછી ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયો
ગેસ પર એક નાની તપેલીમાં આમલી ને ગોળ લ્યો ને એમાં અડધો કપ પાણી નાખી ગરમ કરી પાંચ મિનિટ સુધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગોળ આંબલી ના પાણી ને ગાળી લ્યો એક વાટકામાં ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી નાખો ને એમાં આદુ પેસ્ટ , બેસન નાખી અડધી મિનિટ શેકો બેસન ને સાથે સૂકા લાલ મરચાનો નાખી મિક્સ કરી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી કરીલ્યો
ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી બનાવેલી હતી એ નાખી ને મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા બરોબર શેકાઈ જાય એટલે તેમાં બાફી રાખેલ વાલ નાખી મિક્સ કરી લ્યો ને સાથે ગોળ આંબલીનું પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ સુધી ધીમા ચડવા દેવું
દસ મિનિટ પછી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી ને બે મિનિટ ચડવી લેવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખોને સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો ને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો વાલ નું શાક