વડોદરા ભાખરવડી | ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe in gujarati | bhakarwadi recipe gujarati | ભાખરવડી ની રેસીપી | bhakarwadi recipe in gujarati language
આજે આપણે વડોદરા ભાખરવડી બનાવવાની રીત - bhakarwadi banavani rit શીખીશું. એમ કહેવાય કે વડોદરા જેવી ભાખરવડી બીજે ક્યાંય નથી મળતી પણજ્યારે તમે વડોદરા ના રહેતા હો ને તમને ભાખરવડી ખાવી હોય તો હમેશા તો વડોદરા જઈ નહિશકો તો આજ વડોદરા જેવીજ ભાખરવડી ની રેસીપી, bhakarwadi recipe in gujarati language શીખીએ
સૌપ્રથમ આપને ભાખરવડી નું ઉપર નું પડ બનાવવા જરૂરી સામગ્રી જોઈશું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જાણીશું.
ભાખરવડી નું પડ બનાવવા માટેની સામગ્રી
2કપમેંદો
2-3 ચમચીબેસન
¼ ચમચીહળદર
3-4ચમચીતેલ
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
ભાખરવડીનું પૂરણ બનાવવા માટેની સામગ્રી
2-3 ચમચીસૂકાઆખા ધાણા
1-2ચમચીકાચી વરિયાળી
1ચમચીજીરું
1-2ચમચીસફેદ તલ
1ચમચીખસખસ
2ચમચીસૂકું નારિયેળના ટુકડા
1ચમચીઆમચૂર પાઉડર
1ચમચીલાલ મરચાનો પાઉડર
1ચમચીખાંડ
1ચમચીગરમ મસાલો
¼ચમચીહળદર
હિંગ ચપટી
સ્વાદ મુજબ મીઠું
પાણી જરૂર મુજબ
આંબલીની ચટણી જરૂર મુજબ
તરવા માટે તેલ
Instructions
વડોદરા ભાખરવડી | ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe in gujarati
સૌ પ્રથમ આપણે ભાખરવડી નું પૂરણ બનાવવાની રીત ત્યારબાદ તેની પડ બનાવવાની રીત અને પછી ભાખરવડી બનાવવાની રીત જોઈશું
ભાખરવડી નું પૂરણ બનાવવાની રીત
ભાખરવડી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સૂકા આખા ધાણા 2-3 ચમચી,કાચી વરિયાળી1-2 ચમચી,જીરું 1 ચમચી,સફેદ તલ 1-2 ચમચી, ખસખસ1 ચમચી, સૂકું નારિયેળના ટુકડા 2 ચમચી નાખી ધીમા તાપે ત્રણ ચાર મિનિટ શેકો મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેવા
મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર 1 ચમચી, લાલ મરચાનો પાઉડર 1 ચમચી, ખાંડ1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી,હળદર ¼ ચમચી, હિંગ ચપટી,સ્વાદ મુજબ મીઠું પીસી લ્યો ને પીસેલા મસાલા ને એક વખત ચારી લ્યો નેએક બાજુ મૂકો
ભાખરવડીનું પડ બનાવવાની રીત
એક વાસણમાં ચારણી થી મેંદા નો લોટ ને બેસન નો લોટ( બેસન નો લોટ ઓપ્શનલ છે) ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબમીઠું ને ¼ ચમચી હળદર નાખી મિક્સ કરો ત્યાર બાદ ગેસ પર વઘારીયાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો ને ગરમ તેલ લોટ માં નાખી ચમચીથી મિક્સ કરો
તેલ થોડું ઠંડું થાય એટલે હાથ થી બરોબર મિક્સ કરો ને ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને પાંચ મિનિટ બરોબર મસળી લ્યો લોટ મસળી લીધા બાદદસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી પાછો લોટ ને બરોબર મસળી લ્યો
વડોદરા ભાખરવડી બનાવવાની રીત | vadodara ni bhakarwadi recipe
ભાખરવડી બનાવવા સૌપ્રથમ લોટ ને એક સરખા ભાગ કરી ને લુવા તૈયાર કરી લ્યો હવે એક લુવો લ્યો નેએની પાતળી રોટલી જેમ વણી લ્યો (જો વણવા માં જરૂર લાગે તો તેલ કે કોરા લોટ નો ઉપયોગ કરી શકો છો)
હવે વણેલી રોટલી પર આંબલી ની ચટણી લગાવી દયો એના પર તૈયાર કરેલ પૂરણ એક સરખું પાતળું પડલગાવી દયો ને એક બાજુથી રોલ વારીએ એમ ટાઈટ રોલ વારતા જાઓ રોલ ને બરોબર પેક કરવા છેલ્લે પાણીથી ભીની આંગળી કરી લગાવી ને પેક કરી નાખો
તૈયાર રોલના એક સરખા ટુકડા કરી લ્યો ને ટુકડા ને થોડા થોડા હલકા હાથે દબાવી નાખો આમ બધા લુવાને વણી એમાં પૂરણ ફેલાવી રોલ વારી કટકા કરી દબાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં થોડી થોડી તૈયાર કરેલ ભાખરવડી નાખી દયો ને બે મિનિટ એમજ હલાવ્યા વગર તરવા દયો ત્યાર બાદ ઝારાની મદદ થી હલાવી ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો તરેલી ભાખરવડી ને કાઢી લ્યો
બીજી ભાખરવડી ને તરવા મૂકો ને એને પણ બે ત્રણ મિનિટ પછી ઝારા થી ઉથલાવી બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી જ ભાખરવડી તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયો ભાખરવડી સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ભાખરવડી
bhakarwadi recipe in gujarati notes
મેંદાની જગ્યાએ ઘઉં ના લોટ નો ઉપયોગ કરી શકો છો થોડો સ્વાદ માં ફરક આવશે પણ હેલ્થી બનશે
જો બાળકોને આપવાની હોય તો મસાલા માં ગરમ મસાલો ને લાલ મરચાનો પાઉડર ઓછી માત્રામાં નાખવા
ખાંડની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો