HomeNastaભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe gujarati

ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Pooja’s Homestyle Cooking  YouTube channel on YouTube આજે આપણે વડોદરા ભાખરવડી બનાવવાની રીત – bhakarwadi banavani rit શીખીશું. એમ કહેવાય કે વડોદરા જેવી ભાખરવડી બીજે ક્યાંય નથી મળતી પણ જ્યારે તમે વડોદરા ના રહેતા હો ને તમને ભાખરવડી ખાવી હોય તો હમેશા તો વડોદરા જઈ નહિ શકો તો આજ વડોદરા જેવીજ ભાખરવડી ની રેસીપી, vadodara ni bhakarwadi recipe in gujarati language શીખીએ.

ભાખરવડી બનાવવા જરૂરી સામગ્રી | bhakarwadi recipe ingredients

સૌ પ્રથમ આપને ભાખરવડી નું ઉપર નું પડ બનાવવા જરૂરી સામગ્રી જોઈશું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જાણીશું.

ભાખરવડી નું પડ બનાવવા માટેની સામગ્રી

  • મેંદો 2 કપ
  • બેસન 2-3 ચમચી
  • હળદર ¼ ચમચી
  • તેલ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ભાખરવડી નું પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • સૂકા આખા ધાણા 2-3 ચમચી
  • કાચી વરિયાળી 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • સફેદ તલ 1-2 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • સૂકું નારિયેળના ટુકડા 2 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • આંબલીની ચટણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe in gujarati language

સૌપ્રથમ આપણે ભાખરવડી નું પૂરણ બનાવવાની રીત ત્યારબાદ તેની પડ બનાવવાની રીત અને પછી ભાખરવડી બનાવવાની રીત જોઈશું

ભાખરવડી નું પૂરણ બનાવવાની રીત

ભાખરવડી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સૂકા આખા ધાણા 2-3 ચમચી,કાચી વરિયાળી 1-2 ચમચી,જીરું 1 ચમચી, સફેદ તલ 1-2 ચમચી, ખસખસ 1 ચમચી, સૂકું નારિયેળના ટુકડા 2 ચમચી નાખી ધીમા તાપે ત્રણ ચાર મિનિટ શેકો મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેવા

મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર 1 ચમચી, લાલ મરચાનો પાઉડર 1 ચમચી, ખાંડ 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, હળદર ¼ ચમચી, હિંગ ચપટી, સ્વાદ મુજબ મીઠું પીસી લ્યો ને પીસેલા મસાલા ને એક વખત ચારી લ્યો ને એક બાજુ મૂકો

ભાખરવડી નું પડ બનાવવાની રીત

એક વાસણમાં ચારણી થી મેંદા નો લોટ ને બેસન નો લોટ( બેસન નો લોટ ઓપ્શનલ છે) ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને ¼ ચમચી હળદર નાખી મિક્સ કરો ત્યાર બાદ ગેસ પર વઘારીયાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો ને ગરમ તેલ લોટ માં નાખી ચમચીથી મિક્સ કરો

તેલ થોડું ઠંડું થાય એટલે હાથ થી બરોબર મિક્સ કરો ને ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને પાંચ મિનિટ બરોબર મસળી લ્યો લોટ મસળી લીધા બાદ દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી પાછો લોટ ને બરોબર મસળી લ્યો

વડોદરા ભાખરવડી બનાવવાની રીત | ભાખરવડી ની રેસીપી | vadodara ni bhakarwadi recipe

ભાખરવડી બનાવવા સૌપ્રથમ લોટ ને એક સરખા ભાગ કરી ને લુવા તૈયાર કરી લ્યો હવે એક લુવો લ્યો ને એની પાતળી રોટલી જેમ વણી લ્યો (જો વણવા માં જરૂર લાગે તો તેલ કે કોરા લોટ નો ઉપયોગ કરી શકો છો)

હવે વણેલી રોટલી પર આંબલી ની ચટણી લગાવી દયો એના પર તૈયાર કરેલ પૂરણ એક સરખું પાતળું પડ લગાવી દયો ને એક બાજુથી રોલ વારીએ એમ ટાઈટ રોલ વારતા જાઓ રોલ ને બરોબર પેક કરવા છેલ્લે પાણીથી ભીની આંગળી કરી લગાવી ને પેક કરી નાખો

તૈયાર રોલના એક સરખા ટુકડા કરી લ્યો ને ટુકડા ને થોડા થોડા હલકા હાથે દબાવી નાખો આમ બધા લુવા ને વણી એમાં પૂરણ ફેલાવી રોલ વારી કટકા કરી દબાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં થોડી થોડી તૈયાર કરેલ ભાખરવડી નાખી દયો ને બે મિનિટ એમજ હલાવ્યા વગર તરવા દયો ત્યાર બાદ ઝારા ની મદદ થી હલાવી ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો તરેલી ભાખરવડી ને કાઢી લ્યો

બીજી ભાખરવડી ને તરવા મૂકો ને એને પણ બે ત્રણ મિનિટ પછી ઝારા થી ઉથલાવી બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી જ ભાખરવડી તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયો ભાખરવડી સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ભાખરવડી

bhakarwadi recipe in gujarati notes

  • મેંદા ની જગ્યાએ ઘઉં ના લોટ નો ઉપયોગ કરી શકો છો થોડો સ્વાદ માં ફરક આવશે પણ હેલ્થી બનશે
  • જો બાળકો ને આપવાની હોય તો મસાલા માં ગરમ મસાલો ને લાલ મરચાનો પાઉડર ઓછી માત્રામાં નાખવા
  • ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો
  • જો ભાખરવડી માંથી પૂરણ નીકળી જતું હોય તો ભાખરવડી ને દબાવી લીધા બાદ એના પર કોરો લોટ છાંટી દયો અથવા પાણી થી ભીની આંગળી ફેરવી દેવી તો મસાલો નીકળશે નહિ

bhakarwadi banavani rit video | bhakarwadi gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Pooja’s Homestyle Cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ભાખરવડી ની રેસીપી | vadodara ni bhakarwadi recipe  | bhakarwadi recipe gujarati

ભાખરવડી બનાવવાની રીત - bhakarwadi banavani rit - bhakarwadi recipe in gujarati - bhakarwadi recipe gujarati - ભાખરવડી ની રેસીપી - bhakarwadi recipe in gujarati language - vadodara ni bhakarwadi recipe

વડોદરા ભાખરવડી | ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe in gujarati | bhakarwadi recipe gujarati | ભાખરવડી ની રેસીપી | bhakarwadi recipe in gujarati language

 આજે આપણે વડોદરા ભાખરવડી બનાવવાની રીત – bhakarwadi banavani rit શીખીશું. એમ કહેવાય કે વડોદરા જેવી ભાખરવડી બીજે ક્યાંય નથી મળતી પણજ્યારે તમે વડોદરા ના રહેતા હો ને તમને ભાખરવડી ખાવી હોય તો હમેશા તો વડોદરા જઈ નહિશકો તો આજ વડોદરા જેવીજ ભાખરવડી ની રેસીપી, bhakarwadi recipe in gujarati language શીખીએ
4.56 from 9 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 1 hour
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો વેલણ

Ingredients

ભાખરવડી બનાવવા જરૂરી સામગ્રી | bhakarwadi recipe ingredients

  • સૌપ્રથમ આપને ભાખરવડી નું ઉપર નું પડ બનાવવા જરૂરી સામગ્રી જોઈશું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જાણીશું.

ભાખરવડી નું પડ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદો
  • 2-3 ચમચી બેસન
  •  ¼ ચમચી હળદર
  • 3-4 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ભાખરવડીનું પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી સૂકાઆખા ધાણા
  • 1-2 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી જીરું
  • 1-2 ચમચી સફેદ તલ
  • 1 ચમચી ખસખસ
  • 2 ચમચી સૂકું નારિયેળના ટુકડા
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી હળદર
  • હિંગ ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • આંબલીની ચટણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

વડોદરા ભાખરવડી | ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe in gujarati

  • સૌ પ્રથમ આપણે ભાખરવડી નું પૂરણ બનાવવાની રીત ત્યારબાદ તેની પડ બનાવવાની રીત અને પછી ભાખરવડી બનાવવાની રીત જોઈશું

ભાખરવડી નું પૂરણ બનાવવાની રીત

  • ભાખરવડી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સૂકા આખા ધાણા 2-3 ચમચી,કાચી વરિયાળી1-2 ચમચી,જીરું 1 ચમચી,સફેદ તલ 1-2 ચમચી, ખસખસ1 ચમચી, સૂકું નારિયેળના ટુકડા 2 ચમચી નાખી ધીમા તાપે ત્રણ ચાર મિનિટ શેકો મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેવા
  • મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર 1 ચમચી, લાલ મરચાનો પાઉડર 1 ચમચી, ખાંડ1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી,હળદર ¼ ચમચી, હિંગ ચપટી,સ્વાદ મુજબ મીઠું પીસી લ્યો ને પીસેલા મસાલા ને એક વખત ચારી લ્યો નેએક બાજુ મૂકો

ભાખરવડીનું પડ બનાવવાની રીત

  • એક વાસણમાં ચારણી થી મેંદા નો લોટ ને બેસન નો લોટ( બેસન નો લોટ ઓપ્શનલ છે) ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબમીઠું ને ¼ ચમચી હળદર નાખી મિક્સ કરો ત્યાર બાદ ગેસ પર વઘારીયાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો ને ગરમ તેલ લોટ માં નાખી ચમચીથી મિક્સ કરો
  • તેલ થોડું ઠંડું થાય એટલે હાથ થી બરોબર મિક્સ કરો ને ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને પાંચ મિનિટ બરોબર મસળી લ્યો લોટ મસળી લીધા બાદદસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી પાછો લોટ ને બરોબર મસળી લ્યો

વડોદરા ભાખરવડી બનાવવાની રીત | vadodara ni bhakarwadi recipe

  • ભાખરવડી બનાવવા સૌપ્રથમ લોટ ને એક સરખા ભાગ કરી ને લુવા તૈયાર કરી લ્યો હવે એક લુવો લ્યો નેએની પાતળી રોટલી જેમ વણી લ્યો (જો વણવા માં જરૂર લાગે તો તેલ કે કોરા લોટ નો ઉપયોગ કરી શકો છો)
  • હવે વણેલી રોટલી પર આંબલી ની ચટણી લગાવી દયો એના પર તૈયાર કરેલ પૂરણ એક સરખું પાતળું પડલગાવી દયો ને એક બાજુથી રોલ વારીએ એમ ટાઈટ રોલ વારતા જાઓ રોલ ને બરોબર પેક કરવા છેલ્લે પાણીથી ભીની આંગળી કરી લગાવી ને પેક કરી નાખો
  • તૈયાર રોલના એક સરખા ટુકડા કરી લ્યો ને ટુકડા ને થોડા થોડા હલકા હાથે દબાવી નાખો આમ બધા લુવાને વણી એમાં પૂરણ ફેલાવી રોલ વારી કટકા કરી દબાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં થોડી થોડી તૈયાર કરેલ ભાખરવડી નાખી દયો ને બે મિનિટ એમજ હલાવ્યા વગર તરવા દયો ત્યાર બાદ ઝારાની મદદ થી હલાવી ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો તરેલી ભાખરવડી ને કાઢી લ્યો
  • બીજી ભાખરવડી ને તરવા મૂકો ને એને પણ બે ત્રણ મિનિટ પછી ઝારા થી ઉથલાવી બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી જ ભાખરવડી તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયો ભાખરવડી સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ભાખરવડી

 bhakarwadi recipe in gujarati notes

  • મેંદાની જગ્યાએ ઘઉં ના લોટ નો ઉપયોગ કરી શકો છો થોડો સ્વાદ માં ફરક આવશે પણ હેલ્થી બનશે
  • જો બાળકોને આપવાની હોય તો મસાલા માં ગરમ મસાલો ને લાલ મરચાનો પાઉડર ઓછી માત્રામાં નાખવા
  • ખાંડની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ખીચું બનાવવાની રીત | khichu banavani rit | khichu recipe in gujarati

નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit | nylon khaman recipe in gujarati

લસણીયા મમરા બનાવવાની રીત | લસણીયા સેવ મમરા બનાવવાની રીત | lasaniya mamra recipe in gujarati

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

મન્ચુરિયન બનાવવાની રીત | મંચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit | manchurian recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular