સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી ને આખા ધાણા ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો મસાલા બરોબર શેકાઈ જાય એટલે એક વાસણ માં કાઢી લ્યો ને થોડા ઠંડા થવા દયો થોડા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો
ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર,હળદર, આમચૂર પાઉડર, ખાંડ,મરી પાઉડર, ગરમ મસાલો, સફેદતલ નાખી દર્દરું પીસી લ્યો
હવે પીસેલા મસાલા ને એક વાસણમાં લ્યો એમાં શેકેલ બેસન નો લોટ અથવા પીસેલા ગાંઠિયા નો ભૂકો નાખો ને સાથે સ્વાદ મુજબ મીઠું તેલ નાખી ને મિક્સ કરી લ્યો
હવે કચોરી માટેના ગોળ આકાર આપવા એમબે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એની જે સાઇઝ ની કચોરી બનાવી હોય એ સાઇઝના ગોળા બનાવી ને એક બાજુ મૂકો