તુરીયા પાત્રાનું શાક બનાવવા સૌપ્રથમ તુરીયા ને છોલી લ્યો ને છોલી લીધા બાદ પાણી થી ધોઇ લ્યોને ચાકુ થી એના મીડીયમ સાઇઝ ના ટુકડા કરી લ્યો હવે પાત્રા ના પણ કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદકટકા કરેલ તુરીયા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ફરી બે મિનિટ શેકો
હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો ને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી નેપાંચ છ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી હલાવી લો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ને કાજુના ટુકડા નાખી મિક્સ કરો
હવે એમાં કટકા કરેલ પાત્રા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવાદો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી નાખો ને એમાં કીસમીસ , લીંબુનો રસ, દોઢચમચી નારિયળ નું છીણ ને ખાંડ નાખી મિક્સ કરી લ્યો
ત્યારબાદતેને બે ત્રણ મિનિટ સુધી ચડવા દો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસબંધ કરી ગરમ ગરમ શાક ને પ્લેટમાં કાઢી લીલા ધાણા ને નારિયળ ના છીણ થી ગાર્નિશ કરી સર્વકરો તુરીયા પાત્રાનું શાક