સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને કોર્ન ફ્લોર ના લોટ ને ચારી ને લ્યો ત્યાર બાદ એમાં બે ચપટી મીઠું નાખો ને થોડું થોડું કરી ને દોઢ કપ પાણી નાખતા જઈ પાતળું મિશ્રણ તૈયાર કરો ( ગાંઠા ન રહે એનું ધ્યાન રાખવુંને જો ગાંઠા રહી ગયા હોય તો ચારણી થી એક વખત ચારી લેવું
હવે ગેસ પર એક નોન સ્ટીક પેન ગરમ કરવા મૂકો પેન ગરમ થાય એટલે એક બે ટીપાં તેલ નાખો ને એને પેપર નેપકીન કે કપડા થી પેન માં બધી બાજુ લૂછી નાખો
ત્યાર બાદ એક કડછી થી મિશ્રણ ને પેનમાં નાખી બધી બાજુ ફેલાવી લ્યો ને વધારા નું મિશ્રણ પાછુ વાસણમાં નાખી દયો થોડી વારમાં રોલ સીટ ચડી જસે ને પેન ની સાઈડ મૂકી દેશે એટલે હાથ વડે સાઈટ ને પેન માંથી કાઢીને એક થાળી માં મૂકીને એના પર કોર્ન ફ્લોર છાંટી દયો
ત્યારબાદ ફરી પેન ને ફરી પેપર નેપકીન કે કપડા થી લુછી લ્યો ને ફરી એમાં મિશ્રણ નાખી ફેરવીવધારાનું મિશ્રણ કાઢી નાખી સીટ ને ચડવા દયો ને ચડી જાય ને પેન થી અલગ થવા લાગે એટલેકાઢી ને પહેલા મૂકેલ સીટ પર મૂકી કોર્ન ફ્લોર છાંટી દયો આમ બધી રોલ સીટ તૈયાર કરી લ્યો