દાલવડા બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગરની દાળ સાફ કરી ને લ્યો ( અહી તમે ફોતરા વાળી દાળ પણલઈ શકો છો) મગ દાળ ને બે ત્રણ પાણી થી ધસી ને ધોઇ લ્યો ત્યારબાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો
હવે છ કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો ને એક વખત સાફ પાણી થી ધોઈ ને નિતારી લ્યો ત્યારબાદ મિક્સર જારમાં થોડી થોડી પલાળેલી મગ દાળ નાખી ને દર્દરી પીસી લ્યો
બધી દાળ પીસાઈ જાય એટલે પીસેલ દાળને ચમચા થી બરોબર પાંચ દસ મિનિટ ફેટી લ્યો જેથી એમાં હવા ભરાઇ જાય (દાળ ને બરોબર મિક્સ થઈ ગઈ એ ચેક કરવા એક વાસણમાં પાણી લ્યો એમાં ફેટેલી દાળમાંથી પા ચમચી દાળ પાણી માં નાખો જો દાળ પાણી ઉપર તરે તો તમારી દાળ ને તમે બરોબર ફેટીછે અને જો નીચે બેસી જાય તો હજી ફેટવાની જરૂર છે)
દાળને બરોબર ફેટી લીધા બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, ધોઇ નેસગ કરેલ લીલા ધાણા સુધારેલા, મીઠા લીમડાના પાન, આદુ ની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠુંસ્વાદ મુજબ ને ચપટી બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હાથ થી કે ચમચી થી તૈયાર મિશ્રણમાંથી હાથ થી કે ચમચા થી ગરમ તેલમાં મિશ્રણ નાખો ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધીતરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધા દાલવડા તરી લ્યો ને તૈયાર દાલવડા ને ગરમ ગરમ ચટણી કે ચા દૂધ સાથે સર્વ કરો દાલવડા.