Go Back
+ servings
રૂમાલી રોટલી - રૂમાલી રોટી - રૂમાલી રોટલી બનાવવાની રીત - રૂમાલી રોટી બનાવવાની રીત - rumali roti banavani rit - rumali roti recipe in gujarati - rumali roti banavani rit gujarati ma

રૂમાલી રોટલી બનાવવાની રીત | rumali roti banavani rit | rumali roti recipe in gujarati | રૂમાલી રોટી બનાવવાની રીત | rumali roti banavani rit gujarati ma

આજે આપણે રૂમાલી રોટી બનાવવાની રીત rumali roti banavani rit gujarati ma શીખીશું. આ રોટી ખૂબ સોફ્ટ હોયછે ને પાર્ટી કે પસંગ માં ખુબ જોવા મળતી હોય છે ને સ્ટફડ સબ્જી કે પંજાબી શાક સાથેસર્વ કરી શકો છો જે આપણે ઘરમાં રહેલ વાસણમાં તૈયાર કરી શકીએ છે તો ચાલો રૂમાલી રોટલી બનાવવાની રીત rumali roti recipe in gujarati શીખીએ
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
fermentation time: 1 hour
Total Time: 2 hours 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 એલ્યુમિનિયમ કડાઈ/ લોઢા ની કડાઈ

Ingredients

રૂમાલી રોટલી બનાવવા જરૂરી સામગ્રી | rumali roti recipe ingredients

  • 1 ½  કપ મેંદાનો લોટ
  • ½ કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી તેલ
  • 1 કપ નવશેકું દૂધ
  • ઘી / માખણ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

રૂમાલી રોટલી બનાવવાની રીત| rumali roti banavani rit | rumali roti recipe in gujarati | રૂમાલી રોટી બનાવવાની રીત

  • રૂમાલી રોટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચારી ને લ્યો ત્યાર બાદ ઘઉંનો લોટ પણ ચારણી થી ચારી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ ને તેલ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડું નવશેકું દૂધ નાખતા જઈ ને નરમ લોટ બાંધી લ્યો
  • હવે બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ સુધી મસળી લ્યો પંદર મિનિટ સુધી મસળી લીધા બાદ એને ભીનું કપડું નીચોવી ને એના પર ઢાંકી ને એક બે કલાક ઢાંકણ ઢાંકી ને એક બાજુ મૂકી દયો
  • હવે રૂમાલી રોટી બનાવવાની શરૂઆત કરતા પહેલા એક વાટકામાં એક બે ચમચી મીઠું ને પા કપ પાણી નાખી મીઠા વાળુ મિશ્રણ તૈયાર કરી લ્યો ને ગેસ પર એલ્યુમિનિયમ કે લોઢાની કડાઈ ને ગેસ ચાલુ કરી ઊંધી કરી ફૂલ ગરમ કરવા મૂકો
  • કડાઈ ગરમ થાય એટલે એના પર મીઠા ના મિશ્રણ વાળુ પાણી કડાઈ પર બધી બાજુ છાંટો ને મીઠાનું કોટીંગ કરી નાખો ને ગેસ ધીમો કરી નાખો
  • હવે બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો ને તમારી કડાઈ જે સાઇઝ ની હોય એ સાઇઝ નો લુવો લ્યો નેકોરો લોટ લઈ ને સાવ પાતળી રોટલી વણો રોટલી જેટલી પાતળી હસે એટલી રોટી સારી બનશે એટલે બને એટલી કોરા લોટ થી પાતળી રોટી વણી લ્યો
  • હવે વણેલી રોટી ને હળવા હાથે ઉપાડી ને બને હાથ ની મદદ થી તૈયાર રોટી ને કડાઈ પર બરોબર મૂકોને એક બાજુ થોડી ચડે એટલે હાથ વડે ઉપાડી બીજી બાજુ ચડાવો ને કપડાથી દબાવી ને બને બાજુચડાવી લ્યો ને નીચે ઉતરી  ને ઘી કે માખણ લગાવી ફોલ્ડ કરી લ્યો
  • આમ બધી રૂમાલી રોટી કોરા લોટ ની મદદ થી સાવ પાતળી રોટી વણી લ્યો ને કડાઈ પર શેકી લ્યો ને સર્વકરો સ્ટફડ સબ્જી કે પંજાબી શાક સાથે રૂમાલી રોટી

rumali roti recipe in gujarati notes

  • આ રોટીનો લોટ બને ત્યાં સુંધી દૂધ થી બાંધવો જેથી રોટી સોફ્ટ બનશે ને ઠંડુ થશે પછી પણ સોફ્ટ રહેશે
  • બાંધેલા લોટ ને ઓછામાં ઓછો એક કલાક રેસ્ટ આપવો બે ત્રણ કલાક આપશો તો વધુ સારું રહેશે
  • દરેક રોટી નાખતી વખતે મીઠા વાળુ પાણી નાખવું જરૂરી નથી ને નાખશો તો પણ વાંધો નહિ આવે
  • રોટીને બને હાથ થી એક બીજા પર સિફ્ટ કરો જેથી વધારા નો લોટ ખરી જાય ને રોટી ને શેકતી વખતે કપડા થી થોડી થોડી દબવવી જેથી બધી બાજુ બરોબર ચડે
  • ચાહોતો રોટી પ્ર માખણ કે ઘી લગાવી શકો છો અથવા કોરી પણ પીરસી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો