સૌપ્રથમ એક બાઉલ માં ૨ બાફેલા બટેટા લેવા (બાફેલા બટેટા ને છીણી લેવા ) ,ત્યારબાદતેમાં મરચું ,હળદર ,ગરમ મસાલો ,આમચૂર પાવડર ,ચાટ મસાલો ,સ્વાદાનુસાર મીઠું ,આદુંલસણ ની પેસ્ટ અને છેલ્લે થોડું કોર્નફલોર નાખી તેને બરાબર મિક્સ કરી લેવું .
ત્યારબાદતેને ગોલ ટીક્કી ના શેપ માં વાળી લેવું .ટીક્કી વળી લીધા બાદ એક તવા ને ગરમ કરીતેના પર ૨ થી ૩ ટીક્કી ને સાથે જ શેકી લેવી .શેકવા માટે તેમાં ટીક્કી ની આજુબાજુ ૨ચમચી તેલ નાખવું અને એકબાજુ શેકાઈ જાય ત્યારબાદ તેને વળી બીજી બાજુ ૨ ચમચી તેલલગાવી ને શેકી લેવું .
બધીટીક્કી શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટ માં મૂકી દેવું . હવે આલૂ ટીક્કી સર્વ કરવામાટે કોઈ પણ એક બાઉલ કે પ્લેટ માં એક ટીક્કી મુકવી અને તેમાં ઉપર થી ૨ ચમચી દહીં,૧ ચમચી લીલી ચટણી ,૧ ચમચી ખાટીમીઠી ચટણી , ચપટી મીઠું ,૧ ચમચી સમારેલી ડુંગળી ,૧ચમચી સમારેલું ટમેટું ,થોડું જીરું પાવડર ,લાલ મરચું પાવડર ,જરા ચાટ મસાલો અને સેવછાંટી ને ઉપર થી સજાવવા માટે થોડી સમારેલી કોથમરી નાખવી તો તૈયાર છે સર્વ કરવામાટે આલૂ ટીક્કી ચાટ .
બીજીબધી ટીક્કી ને પણ એજ રીતે સર્વિંગ પ્લેટ માં મૂકી ને ઉપર થી બધું નાખી અને સજાવીને સર્વ કરવું .